India News : રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL) ના ડાયરેક્ટર અનંત અંબાણીએ (Anant Ambani) ઉત્તરાખંડના મુખ્ય પ્રધાન રાહત ફંડ માટે રૂ. 25 કરોડની રકમ પ્રદાન કરી હતી. મુખ્ય પ્રધાન પુષ્કર સિંહ ધામીએ (Pushkar Singh Dhami) રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને અનંત અંબાણીના સહકાર બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
શુક્રવારે, મુખ્યમંત્રીના નિવાસસ્થાને, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના પ્રતિનિધિઓએ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ડિરેક્ટર અનંત અંબાણી વતી, મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીને મુખ્યમંત્રી રાહત ફંડ માટે રૂપિયા 25 કરોડનો ચેક આપ્યો.
જનતાને ડબલ મોજ: LPG બાદ હવે પેટ્રોલ-ડીઝલ થશે સસ્તું! કિંમતમાં સીધો 3 થી 5 રૂપિયાનો ઘટાડો આવશે
વર્ષ 2022માં મુકેશ અંબાણીએ 5 કરોડ રૂપિયાનું દાન આપ્યું હતું.
ગયા વર્ષે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીએ બદ્રીનાથ અને કેદારનાથ મંદિરમાં પૂજા-અર્ચના કરી હતી. દર વર્ષની જેમ વર્ષ 2022માં પણ તેઓ બદ્રીનાથ ધામમાં ભગવાન બદ્રી વિશાલના વિશેષ દર્શન માટે પહોંચ્યા હતા. આ પછી તેમણે કેદારનાથ ધામમાં જઈને પૂજા-અર્ચના પણ કરી હતી.