ચડતી-પડતી વચ્ચે અદાણી ગ્રુપનો મોટો નિર્ણય, એક ઝાટકે 15,446 કરોડના શેર વેચી નાખ્યા, આ કંપનીનો ભાગ જ ઉડાડી દીધો

Lok Patrika Desk
By Lok Patrika Desk
Share this Article

અદાણી ગ્રુપને લગતા એક મોટા સમાચાર સામે આવ્યા છે. એસબી અદાણી ફેમિલી ટ્રસ્ટે અદાણી ગ્રુપની 4 કંપનીઓના લગભગ 21 કરોડ શેર વેચ્યા છે. એસબી અદાણી ફેમિલી ટ્રસ્ટે ગુરુવારે ઓપન માર્કેટ મારફત આ શેર્સ વેચ્યા હતા. આ શેર રૂ. 15,446 કરોડમાં વેચાયા છે. અદાણી ગ્રુપે આ શેર અમેરિકન પ્રાઈવેટ ઈક્વિટી ફર્મ GQG પાર્ટનર્સને વેચ્યા છે. ઈકોનોમિક ટાઈમ્સના એક રિપોર્ટમાં આ વાત કહેવામાં આવી છે. અદાણી ગ્રૂપની 7 લિસ્ટેડ કંપનીઓના શેરમાં ગુરુવારે સારી વૃદ્ધિ જોવા મળી છે.

અદાણી ગ્રુપનો મોટો નિર્ણય

SB અદાણી ફેમિલી ટ્રસ્ટ પ્રમોટર ગ્રુપનો એક ભાગ છે. બ્લોક ડીલના ડેટા દર્શાવે છે કે ટ્રસ્ટે અદાણી એન્ટરપ્રાઈઝ, અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઈકોનોમિક ઝોન, અદાણી ગ્રીન એનર્જી અને અદાણી ટ્રાન્સમિશનના શેર વેચ્યા છે. યુએસ સ્થિત પ્રાઇવેટ ઇક્વિટી ફર્મ GQG પાર્ટનર્સે સેકન્ડરી બ્લોક ટ્રેડ ટ્રાન્ઝેક્શન દ્વારા અદાણી પોર્ટફોલિયો કંપનીઓમાં રૂ. 15,446 કરોડના શેર ખરીદ્યા છે.

અદાણીએ 15446 કરોડના શેર વેચી નાખ્યા

GQG પાર્ટનર્સના ચેરમેન અને ચીફ ઇન્વેસ્ટમેન્ટ ઓફિસર રાજીવ જૈન કહે છે, “અમે માનીએ છીએ કે આ કંપનીઓમાં લાંબા ગાળાની વૃદ્ધિની નોંધપાત્ર સંભાવનાઓ છે. અમે આ કંપનીઓમાં રોકાણ કરીને ખૂબ જ ખુશ છીએ, જે ભારતના અર્થતંત્ર અને ઉર્જા માળખાને આગળ વધારવામાં મદદ કરશે. GQG પાર્ટનર્સે અદાણી એન્ટરપ્રાઇઝના રૂ. 5460 કરોડના શેર ખરીદ્યા હતા. PE ફર્મે આ હિસ્સો રૂ. 1410.86 પ્રતિ શેરના ભાવે ખરીદ્યો છે.

lokpatrika advt contact

અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોનના શેર રૂ. 596.20 પ્રતિ શેરના ભાવે ખરીદવામાં આવ્યા છે. GQG પાર્ટનર્સે અદાણી પોર્ટ્સના રૂ. 5,282 કરોડના શેર ખરીદ્યા છે.

BIG BREAKING: રાત્રે 2 વાગ્યે શાહરૂખના ઘર મન્નતની દિવાલ કૂદીને છેક ત્રીજા માળે પહોંચી ગયા સુરતના 2 યુવકો, સુરક્ષામાં મોટી ચૂક

આવતા 7 મહિના આ 5 રાશિઓના લોકોને બખ્ખાં જ બખ્ખાં, પૈસાની ભૂખ હોય તો ચિંતા ન કરો, શનિ ધનવાન બનાવી દેશે

તમે પણ હથેળી પર ચેક કરી લો, જો વિષ્ણુ રેખા હશે તો સમજો બેડો પાર, એટલા પૈસા આવશે કે જમાનો સલામ કરશે

અદાણી ટ્રાન્સમિશનમાં 668.4 રૂપિયા પ્રતિ શેરના ભાવે 1898 કરોડ રૂપિયાની ડીલ કરવામાં આવી છે. અદાણી ગ્રીન એનર્જીના શેર રૂ. 504.6 પ્રતિ શેરના ભાવે ખરીદવામાં આવ્યા છે અને આ વ્યવહાર રૂ. 2806 કરોડની આસપાસ રહ્યો છે.


Share this Article