BREAKING: 50,50,50 સતત ત્રણ દિવસથી તેલના ભાવમાં રૂ. 50નો વધારો, હવે તેલનો ડબ્બો લેવાનું વિચારતા પણ ડરી જવાય છે

Lok Patrika
By Lok Patrika
Share this Article

ભાવ વધારો ગુજરાતીઓની પાછળ પડી ગયો હોય એવું લાગી રહ્યું છે, કારણ કે સિંગતેલના ભાવમાં ફરી એકવખત વધારો થયો છે. આજે સતત ત્રીજા દિવસે સિંગતેલના ડબ્બાના ભાવમાં રૂ.50નો વધારો થયો છે. ત્રણ દિવસમા સિંગતેલના ભાવમાં રૂ. 150નો વધારો થતાં ગૃહીણીઓએ હોં દેકારો કરી નાખ્યો છે. સિંગતેલના ભાવો વધતા મધ્યમ અને ગરીબ વર્ગના લોકોનું બજેટ પણ ખોરવાઈ ગયું છે. સતત ત્રીજા દિવસે 50 રૂપિયાના ભાવવધારા સાથે સિંગતેલના ડબ્બાનો ભાવ 2900 રૂપિયાને પાર પહોંચી ગયો છે.

ગુજરાતમાં મહિલાઓને હવે કપરાં દિવસો આવ્યા છે અને બજેટ બગડી જાય એવા સમાચાર સામે આવી રહ્યા છે. કારણ કે ગુજરાતમાં સિંગતેલના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. આજે ફરી સિંગતેલના ભાવમાં વધારો ઝીંકાતા ચારેકોર હાહાકાર મચી ગયો છે. સતત ત્રીજા દિવસે 50 રૂપિયાના ભાવવધારા સાથે સિંગતેલના ડબ્બાનો ભાવ હવે તમારે 2900 રૂપિયા ચૂકવવો પડશે. જ્યારે અન્ય તેલોના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી એ એક રાહતના સમાચાર પણ કહી શકાય.

જો કે જોવા જેવી વાત એ છે કે એકબાજુ લગ્નની સિઝન ચાલી રહી છે એવામાં સિંગતેલમાં ભાવવધારો થાય એ દુખદ ઘટના ગણી શકાય. સિંગતેલમાં વધારો થતાં મોંઘવારીમાં પિસાતી ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ રહ્યું છે. મહત્વનું છે કે ગઈકાલે પણ સિંગતેલના ભાવ વધ્યા હતા. ગઈ કાલે સિંગતેલના ભાવમાં રૂપિયા 50નો વધારો થયો હતો અને હવે સતત બીજા દિવસે ડબ્બામાં 50 રૂપિયાનો વધારો થયો છે. 3 દિવસમાં સિંગતેલમાં ડબ્બે 150 રૂપિયાનો ભાવ વધારો થતાં ચારેકોર બુમાબુમ જોવા મળી રહી છે.

હવામાન વિભાગની આગાહી સાંભળીને જ તમે તપી જશો, ગુજરાતમાં આ વખતે પડશે અગન વરસતી ગરમી, જાણો તમારા વિસ્તાર વિશે

શાબાસ: પૈસાની કોઈ જ અછત નથી, રોકાણકારો જરાય ચિંતા ન કરો ભાઈ… મોટો ઝાટકો લાગ્યા પછી પણ અદાણી ડગ્યા તો નહીં જ

પોરબંદરનો કિસ્સો સાંભળીને ઓનલાઈન જીવનસાથી શોધવાનું નામ નહીં લો, લગ્ન પછી ખબર પડ તે પત્નીની ધંધા તો 5 હજાર કાર ચોરી….

ગઈકાલની વાત કરીએ તો સીંગતેલના ભાવમાં ડબ્બામાં રૂપિયા 50 નો વધારો ઝીંકાયો હતો. આ મુજબ હવે સિંગતેલના 15 કિલોનો ડબ્બાનો ભાવ જે પહેલા ભાવ રૂ. 2770 હતા તે વધીને 2820 થઈ ગયા હતા. બીજી તરફ મગફળીનું ઉત્પાદન વર્ષે 43 લાખ ટન થઈ રહ્યુ છે. સિંગતેલના ભાવ વધારા વચ્ચે હાલ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં 10 થી 12 હજાર ગુણી મગફળી આવી રહી છે. રૂ. 1300 થી 1650 સુધીના ભાવ બોલાઈ રહ્યા છે. ભાવ વધારાનુ કારણ કહેવામા આવી રહ્યુ છે કે સિંગતેલ માટે મગફળી પિલાણ થઈ રહ્યુ નથી જેથી ભાવમાં વધારો થઈ રહ્યો છે.

 

 


Share this Article
Posted by Lok Patrika
Follow:
Lok Patrika is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Lok Patrika, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Lok Patrika Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly