ભારતના લોકોએ બૂમ પડાવી દીધી, ખાલી 30 દિવસમાં 4604 કરોડનું સોનુ ખરીદ્યું, સરકાર લઈને આવી સસ્તી ઓફર

Desk Editor
By Desk Editor
Share this Article

ગયા મહિને શેરબજારમાં તેજી વચ્ચે ભારતીયોએ આ નાણાકીય વર્ષની પ્રથમ સોવરેન ગોલ્ડ બોન્ડ (એસજીબી) શ્રેણીમાં સોનું ખરીદ્યું હતું. 19થી 23 જૂન વચ્ચે ઓપન ગોલ્ડ બોન્ડ સિરીઝ દ્વારા રોકાણ માટે 4604 કરોડ રૂપિયાના 7.77 ટન સોનાની ખરીદી કરવામાં આવી હતી. સરકારે સોવરેન ગોલ્ડ બોન્ડ હેઠળ સોનાની ઇશ્યૂ પ્રાઇસ 5,926 રૂપિયા પ્રતિ ગ્રામ નક્કી કરી હતી.

 

 

મજબૂત વળતર મળ્યુ

તેની સામે શેરબજારના બેન્ચમાર્ક ઇન્ડેક્સ નિફ્ટીએ જૂન દરમિયાન ૬ ટકા રિટર્ન મેળવીને ૧૯,૧૮૯.૫ પોઇન્ટની સપાટી બનાવી હતી. ગત નાણાકીય વર્ષ દરમિયાન પણ સોનાએ શાનદાર રિટર્ન આપ્યું હતું. સરકાર દ્વારા તેને ભૌતિક સોનાના વિકલ્પ તરીકે રજૂ કરવામાં આવ્યાના વર્ષ અને સાત મહિનામાં, 64 શ્રેણીઓમાં સરેરાશ 1.72 ટન સોનાનું સબ્સ્ક્રિપ્શન જોવા મળ્યું હતું.

 

 

સૌથી વધુ ઈશ્યૂ પ્રાઈસ

ગયા મહિને જારી કરવામાં આવેલા ગોલ્ડ બોન્ડની ઇશ્યૂ પ્રાઇસ 5,926 રૂપિયા પ્રતિ ગ્રામ હતી. ગોલ્ડ બોન્ડની રજૂઆત પછી આ સૌથી વધુ ઇશ્યૂ પ્રાઇસ હતી. સરકાર દ્વારા શરૂ કરાયેલી આ એક વિશેષ પહેલ છે. સોનાની ભૌતિક માંગને ઘટાડવાના હેતુથી સરકારી ગોલ્ડ બોન્ડ યોજના સૌ પ્રથમ નવેમ્બર ૨૦૧૫ માં રજૂ કરવામાં આવી હતી. સરકારની આ યોજના હેઠળ સોનામાં બજાર કરતા ઓછી કિંમતે રોકાણ કરી શકાય છે. તેમાં કરવામાં આવેલા રોકાણની સુરક્ષાની સરકાર ગેરેન્ટી આપે છે.

સરકારે આ યોજના શા માટે શરૂ કરી?

એસજીબી સ્કીમનો સીધો ઉદ્દેશ ફિઝિકલ ગોલ્ડની ડિમાન્ડ ઘટાડવાનો છે. ગોલ્ડ બોન્ડની ઇશ્યૂ પ્રાઇસ ઇન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિયેશન લિમિટેડ (આઇબીજેએ) દ્વારા 999 શુદ્ધતાના સોનાના બંધ ભાવ પર આધારિત છે. સરળ શબ્દોમાં કહીએ તો, સોનાના બોન્ડની કિંમતો સબ્સ્ક્રિપ્શન અવધિ પહેલાના અઠવાડિયાના છેલ્લા ત્રણ ટ્રેડિંગ દિવસો માટે આઇબીજેએ દ્વારા જારી કરવામાં આવેલા 999 શુદ્ધ સોનાના બંધ ભાવની સરળ સરેરાશના આધારે નક્કી કરવામાં આવે છે.

 

અહીં ટામેટા ખરીદવા માટે પડાપડી થઈ, 3 કલાકમાં 3000 કિલો ટામેટાં વેચાયા, જાણો અનોખું કારણ

આ ભારતીય પાસે છે 21 કરોડની કિંમતની સુપરકાર, બુલેટની સ્પીડથી પણ વધારે ભાગે! જાણીને ચોંકી જશો

 

તમે કેટલું રોકાણ કરી શકો છો

સોવરેન ગોલ્ડ બોન્ડ સ્કીમમાં વ્યક્તિ એક નાણાકીય વર્ષમાં વધુમાં વધુ 500 ગ્રામ ગોલ્ડ બોન્ડ ખરીદી શકે છે, જ્યારે ખરીદનાર ઓછામાં ઓછા એક ગ્રામ સોનામાં રોકાણ કરી શકે છે. આ સિવાય કોઈ પણ નાણાકીય વર્ષમાં સોવરેન ગોલ્ડ બોન્ડ સ્કીમ હેઠળ વધુમાં વધુ 4 કિલો સોનું ખરીદી શકાય છે. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ છમાસિક ગાળામાં સોવરેન ગોલ્ડ બોન્ડના બે હપ્તા જારી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગોલ્ડ બોન્ડની બીજી શ્રેણી 11-15 સપ્ટેમ્બર વચ્ચે જારી કરવામાં આવશે.

 

 


Share this Article
TAGGED: