માત્ર 30 વર્ષની ઉંમરમાં શરૂ કરો SIP, 45 વર્ષનની ઉંમરમાં જ કરોડપતિ થઇ જશો!

Desk Editor
By Desk Editor
Share this Article

Bussiness News: આજના સમયમાં SIP મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારો માટે લોકપ્રિય વિકલ્પ છે. આ માટે રોકાણ બને એટલું જલ્દી શરૂ કરવું જોઇએ. અત્યારથી જ નાની-મોટી બચતથી રોકાણ કરીને ભવિષ્યમાં સારું એવું ફંડ એકઠું થઈ શકે છે. અહીં રોકાણ માટેની 15X15X15 ફોર્મ્યૂલા માત્ર 15 વર્ષમાં કરોડપતિ બની શકે છે.

SIP શરૂ કરો

જો તમે તમારા ખાતામાં 45 વર્ષની ઉંમરમાં ઓછામાં ઓછા એક કરોડ રૂપિયા જોવા ઇચ્છો છો તો તેના માટે 15x15x15 ફોર્મૂલા કામ આવશે. રોકાણ ક્ષેત્ર કે એક્સપોર્ટ પણ મ્યુચ્યુઅલ ફંડમાં SIP મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાની સલાહ આપે છે.

મહિને 15,000નું રોકાણ

તમારે 30 વર્ષની ઉંમરમાં દર મહિને 15 હજાર રૂપિયાની SIPની શરૂઆત કરવી પડશે. એટલે ફોર્મ્યૂલા મુજબ દર મહિને સતત 15 વર્ષ સુધી તમારે 15 હજાર રૂપિયા રોકાણ કરવા કરશે. SIPના ઈતિહાસ પર નજર કરીએ તો રોકાણકારોને સરેરાશ 15-18 ટકા રિટર્ન મળ્યું છે.

ચક્રવૃદ્ધિ વ્યાજનો મળશે લાભ

સતત દર મહિને 15 હજાર રૂપિયા રોકાણ કરવાથી 15 વર્ષમાં કુલ 27,00,000 રૂપિયા થશે. આટલું રોકાણ કરવાથી ચક્ર વૃદ્ધિ વ્યાજનો લાભ મળશે. આ રોકાણ પર 15 ટકાની દરથી વ્યાજ મળે તો 74,52,946 રૂપિયા થશે. આ રીતે 15 વર્ષ પછી તમારા પાસે કુલ 1,01,52,946 રૂપિયા એકઠા થશે.

વહેલી તકે શરૂઆત કરો

Ayodhya દર્શન માટે 26, 27 અને 28 જાન્યુઆરી મહત્વની, CISFએ 250 ‘Avsec પ્રશિક્ષિત’ જવાનો કરશે તૈનાત, જાણો શું છે સમગ્ર મામલો

અનંત-રાધિકાનું પ્રી-વેડિંગ કાર્ડ વાયરલ, જામનગરમાં થશે ફંક્શન, હલ્દી, મહેંદી અને સંગીતનું આયોજન, આ-આ લોકો રહેશે હાજર

માર્કેટ એક્સપર્ટ્સ રોકાણકારોને વહેલામાં વહેલી તકે SIP શરૂ કરવાની સલાહ આપે છે. જો કે 15 હજાર રૂપિયાની SIP 30 વર્ષ માટે ચાલુ રાખો છો તો 30 વર્ષ પછી તમારા પાસે કુલ 10,51,47,300 રૂપિયાનું ફંડ બનશે.


Share this Article