ભારતીય રિઝર્વ બેંકએ અપૂરતી મૂડી અને નિયમોનું પાલન ન કરવા બદલ અન્ય બેંકનું લાઇસન્સ રદ કર્યું છે. આ વખતે આરબીઆઈએ યુપી કો-ઓપરેટિવ બેંક, સીતાપુરનું લાઇસન્સ રદ કર્યું છે. અગાઉ 4 ડિસેમ્બરે કોલ્હાપુરના ઇચલકરંજી સ્થિત શંકરરાવ પૂજારી નૂતન નાગરિક સહકારી બેંક લિમિટેડનું લાઇસન્સ RBI દ્વારા રદ કરવામાં આવ્યું હતું. RBIએ 7 ડિસેમ્બરના રોજ એક પ્રેસ રિલીઝ દ્વારા આ અંગેની માહિતી આપી હતી. બેંકે 7 ડિસેમ્બર, 2023 થી બેંકિંગ વ્યવસાય કરવાનું બંધ કરી દીધું છે.
રિઝર્વ બેંકના આદેશ બાદ થાપણદારો 5 લાખ રૂપિયા સુધીની રકમ મેળવી શકશે. આ પૈસા DICGC કવર હેઠળ આપવામાં આવશે. આ અંતર્ગત 98.32 ટકા થાપણદારોને તેમના સંપૂર્ણ પૈસા મળશે. ખરાબ નાણાકીય સ્થિતિને જોતા RBI દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. આરબીઆઈએ ઉત્તર પ્રદેશના સહકારી કમિશનર અને રજિસ્ટ્રારને બેંક બંધ કરવા અને બેંક માટે લિક્વિડેટરની નિમણૂક કરવાનો આદેશ આપ્યો છે.
PM મોદીના શબ્દોની અસર! કતારમાં ફાંસીની સજા પામેલા 8 ભારતીયોને રાજદૂત મળ્યા, મળશે કાયદાકીય મદદ
અદાણી કમબેક… વિશ્વભરના અબજોપતિઓની યાદીમાં અંબાણી બાદ ગૌતમ અદાણી 14મા સ્થાને
આરબીઆઈએ કહ્યું કે, આ કાર્યવાહી અપૂરતી મૂડી અને કમાણીની સંભાવનાને કારણે થઈ છે. એ પણ કહ્યું કે બેંકનું અસ્તિત્વ તેના થાપણદારોના હિતોને નુકસાન પહોંચાડી શકે છે. આરબીઆઈએ એમ પણ કહ્યું કે બેંક વર્તમાન નાણાકીય સ્થિતિ સાથે તેના વર્તમાન થાપણદારોને સંપૂર્ણ ચૂકવણી કરવામાં અસમર્થ રહેશે. જો બેંકને તેનો બેંકિંગ વ્યવસાય ચાલુ રાખવાની મંજૂરી આપવામાં આવશે, તો જાહેર હિતને પ્રતિકૂળ અસર થશે.