1 ફેબ્રુઆરીએ બજેટ રજૂ થાય તે પહેલા બેંકો સતત બે દિવસ કામ કરશે નહીં. આવી સ્થિતિમાં, જો તમારી પાસે બેંક સંબંધિત કોઈ મહત્વપૂર્ણ કામ હોય, તો તેને તરત જ પતાવી લો. અન્યથા તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો. વાસ્તવમાં બેંક કર્મચારીઓ 30 અને 31 જાન્યુઆરી એટલે કે સોમવાર અને મંગળવારે હડતાળ પર જવાના છે. બેંક કર્મચારીઓ હડતાળ પર ઉતરે તો બેંક શાખાના કામકાજને અસર થઈ શકે છે.
30-31 જાન્યુઆરી હડતાળ
આ અંગે દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક એસબીઆઈએ કહ્યું કે 30-31 જાન્યુઆરીના રોજ યુનિયન ફોરમ ઓફ બેંક યુનિયન દ્વારા બોલાવવામાં આવેલી 2 દિવસની હડતાળ તેમની શાખામાં કામદારોને અસર કરી શકે છે. બેંક કર્મચારીઓની આ હડતાળમાં દેશભરમાંથી બેંક શાખાના કર્મચારીઓ ભાગ લેવાના છે. જો ગ્રાહકો બ્રાન્ચને લગતા તેમના કામ પહેલા જ પતાવી લે તો સારું રહેશે.
2 દિવસ સુધી બેંકનું કામ પ્રભાવિત થશે
SBIએ શાખાની સામાન્ય કામગીરી માટે જરૂરી વ્યવસ્થા કરી છે. જો કે, બેંકોએ ગ્રાહકોને એમ પણ કહ્યું છે કે હડતાલને કારણે 30 અને 31 જાન્યુઆરીના રોજ શાખાની કામગીરી પ્રભાવિત થઈ શકે છે.
હડતાળ પર જઈ રહેલા બેંક કર્મચારીઓની શું છે માંગ?
અંબાલાલ પટેલની મોટી આગાહી, ભર શિયાળે ગુજરાતમાં ખાબકશે વરસાદ, જગતનો તાત રાતે પાણીએ રડશે
હવે તમે જ નક્કી કરો કોણ મુરખ?? પઠાણે બે જ દિવસમાં કમાઈ લીધા 100 કરોડ, બોલિવૂડની સૌથી મોટી ઓપનર બની!
AIBEAના જનરલ સેક્રેટરી સીએચ વેંકટચલમે કહ્યું કે બેંક કર્મચારીઓનું આંદોલન ફરી શરૂ કરવા માટે હડતાળની જાહેરાત કરવામાં આવી છે. તેમણે કહ્યું કે બેંક કર્મચારીઓની 5 માંગણીઓ છે – બેંકિંગ, પેન્શન અપડેટ થવું જોઈએ, ઘણા જૂના મુદ્દાઓ, NPS નાબૂદ કરવા જોઈએ, પગારમાં સુધારો કરવો જોઈએ અને તમામ કેડરમાં ભરતી થવી જોઈએ.