બેંકોના નિયમો, LPG-CNG, પેટ્રોલ-ડિઝલના ભાવ… કાલથી આટલા નિયમોમાં થશે મોટો ફેરફાર, તમારો ખિસ્સો ખાલી કરવા તૈયાર રહેજો

Lok Patrika Desk
By Lok Patrika Desk
Share this Article

1 માર્ચ, 2023 એટલે કે આવતીકાલથી ઘણા નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યા છે જેની સીધી અસર સામાન્ય લોકોના ખિસ્સા પર પડશે. 1 માર્ચથી ઘણા નવા નિયમો લાગુ થશે અને તેનાથી તમારા માસિક બજેટને અસર થઈ શકે છે. માર્ચ મહિનામાં સોશિયલ મીડિયા, બેંક લોન, એલપીજી ગેસ સિલિન્ડરની કિંમત, બેંક હોલીડે વગેરે સહિત ઘણા મહત્વપૂર્ણ ફેરફારો જોવા મળી શકે છે. આ સાથે જ ટ્રેનના ટાઈમ ટેબલમાં પણ ફેરફાર જોવા મળી શકે છે.

1 માર્ચથી બદલાશે આ નિયમો

તમારે અત્યારથી જ આ માટેની તૈયારી શરૂ કરી દેવી જોઈએ. આગામી મહિનામાં આવા 5 મોટા ફેરફારો થવા જઈ રહ્યા છે જેના પર મોટાભાગના લોકો પર નજર રાખવી જરૂરી છે. આ ફેરફારો તમારા ખિસ્સા પર પણ અસર કરશે. ક્યારેક તમને નવા નિયમોથી ફાયદો થાય છે તો ક્યારેક તમારા ખિસ્સામાંથી વધુ પૈસા નીકળે છે. તો ચાલો જાણીએ કે માર્ચમાં કયા નવા નિયમો લાગુ થવા જઈ રહ્યા છે અને તે તમારા માસિક ખર્ચ પર શું અને કેવી રીતે અસર કરી શકે છે.lokpatrika advt contact

1-બેંક લોન વ્યાજ દરમા વધારો:

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ તાજેતરમાં રેપો રેટમાં વધારો કર્યો છે. આ પછી ઘણી બેંકોએ MCLR દરમાં વધારો કર્યો છે જેની સીધી અસર લોન અને EMI પર પડશે. લોનના વ્યાજ દર વધી શકે છે.

2-LPG અને CNGના ભાવમા વધારો:

એલપીજી, સીએનજી અને પીએનજી ગેસના ભાવ દર મહિનાની શરૂઆતમાં નક્કી કરવામાં આવે છે. જો કે ગત વખતે એલપીજી સિલિન્ડરની કિંમતમાં વધારો કરવામાં આવ્યો ન હતો, પરંતુ આ વખતે તહેવારને કારણે કિંમતમાં વધારો થઈ શકે છે.

3-ટ્રેનના સમયપત્રકમાં ફેરફાર:

આ વખતે ભારતીય રેલવે ટ્રેનના ટાઈમ ટેબલમાં કેટલાક ફેરફાર કરી શકે છે. તેની યાદી માર્ચમાં જાહેર થઈ શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 1 માર્ચથી હજારો પેસેન્જર ટ્રેનો અને 5,000 ગુડ્સ ટ્રેનોના સમયપત્રકમાં ફેરફાર કરવામાં આવી શકે છે.

4-માર્ચમાં બેંકો 12 દિવસ બંધ રહેશે:

માર્ચમાં હોળી અને નવરાત્રી સહિત 12 દિવસ બેંકો બંધ રહેશે. આમાં સાપ્તાહિક બેંક રજાઓનો પણ સમાવેશ થાય છે. માર્ચ 2023 માં ભારતીય રિઝર્વ બેંક (RBI) ના કેલેન્ડર મુજબ ખાનગી અને સરકારી બેંકો 12 દિવસ માટે બંધ રહેશે.

Breaking: મોડી રાત્રે વલસાડ GIDCમાં મોટો બ્લાસ્ટ, ભયંકર આગ ફાટી નીકળ, આટલા લોકોના કરૂણ મોતથી ચિચિયારી

અદાણી ગૃપને અત્યાર સુધીનો સૌથી મોટો ફટકો, આ વિદેશી કંપનીએ અદાણી ગ્રૂપમાંથી બધું જ ફંડ પાછુ ખેંચી લીધું

182માંથી 156 બેઠકોથી અસંતુષ્ટ છે BJPને જીતાડનાર પાટીલ, હિંમતનગરમાં એવો ઘા માર્યો કે વિપક્ષની ઊંઘ હરામ કરી નાખી

5-સોશિયલ મીડિયા સંબંધિત નિયમોમાં સંભવિત ફેરફાર:

તાજેતરમાં ભારત સરકારે IT નિયમોમાં ફેરફાર કર્યો છે. ટ્વિટર, ફેસબુક, યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મે હવે ભારતના નવા નિયમોનું પાલન કરવું પડશે. નવો નિયમ ધાર્મિક લાગણીઓને ભડકાવતી પોસ્ટ પર લાગુ થશે. આ નવો નિયમ માર્ચમાં લાગુ થઈ શકે છે. ખોટી રીતે પોસ્ટ કરવા બદલ યુઝર્સને દંડ પણ ભરવો પડી શકે છે.


Share this Article