મુકેશ અંબાણી ભારતના સૌથી અમીર વ્યક્તિ છે અને દેશના સૌથી મોટા કોર્પોરેટ હાઉસના માલિક છે. તેમની કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ભારતની સૌથી મોટી લિસ્ટેડ કંપની છે. આજે અમે તમને તેમની કંપની સાથે જોડાયેલી એક એવી વાત જણાવવા જઈ રહ્યા છીએ, જેના પર કદાચ તમે વિશ્વાસ નહીં કરો. મુકેશ અંબાણીની કંપનીના કર્મચારીનો પગાર મુકેશ અંબાણીના પગાર કરતા વધુ છે.
રિલાયન્સના કર્મચારીઓની સંખ્યા
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ હાલમાં ભારતમાં સૌથી વધુ લોકોને નોકરી આપતી ખાનગી કંપનીઓમાંની એક છે. અત્યારે રિલાયન્સ ઈન્ડિયાના કર્મચારીઓની સંખ્યા 2.30 લાખ છે. આ કંપનીની સ્થાપના 1966માં ધીરુભાઈ અંબાણીએ કરી હતી. ત્યારથી લઈને અત્યાર સુધી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ સતત વિકાસ કરી રહી છે. ટેક્સટાઇલ મિલથી શરૂ થયેલી સફર પેટ્રો-કેમિકલ અને રિટેલ અને ટેલિકોમ સુધી ફેલાઈ છે. તાજેતરમાં, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે નાણાકીય ક્ષેત્રમાં મજબૂત હાજરી નોંધાવી છે.
મુકેશ અંબાણી સાથે પારિવારિક સંબંધ
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના લાખો કર્મચારીઓમાં કેટલાક એવા પણ છે જેઓ અંબાણી પરિવારના ખૂબ જ નજીકના અને વિશ્વાસુ છે અને તેઓ દાયકાઓથી અંબાણી પરિવાર સાથે જોડાયેલા છે. નિખિલ મેસવાણી રિલાયન્સના આવા જ એક કર્મચારી છે. મેસવાણી કેમિકલ એન્જિનિયર છે અને મુકેશ અંબાણીના સંબંધોમાં ભત્રીજો હોવાનું જણાય છે. નિખિલનો ભાઈ હિતલ પણ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં એક્ઝિક્યુટિવ ડિરેક્ટર છે.
1986માં નોકરી શરૂ કરી
નિખિલ અને હિતલ રસિકલાલ મેસવાણીના પુત્રો છે, જે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સ્થાપક નિર્દેશકોમાંના એક છે. રસિકલાલ ધીરુભાઈ અંબાણીની મોટી બહેન ત્રિલોચનાના પુત્ર છે. નિખિલ 1986માં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં પ્રોજેક્ટ ઓફિસર તરીકે જોડાયા હતા. 1988 માં, તેઓ પૂર્ણ-સમયના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર બન્યા.
સોના ચાંદીના ભાવમાં ઘટાડો, સસ્તા થતાં જ લોકોમાં ખુશીનો માહોલ, જાણો હવે એક તોલાના કેટલા હજાર આપવાના
ખરેખર તો 200 રૂપિયે કિલો ટામેટા એ ઘણા સસ્તા કહેવાય, જાણો શું કહે છે સરકારી આંકડા? તમારું મગજ ફરી જશે
180 દિવસ, 146 બાળકો, આ સરકારી હોસ્પિટલ કેમ બની રહી છે માસૂમોનું મોતનો કાળ? જાણો અજીબ કારણ
અંબાણીનો પગાર વર્ષોથી વધ્યો નથી
DNA રિપોર્ટ અનુસાર, નિખિલ મેસવાણીને 2021-22માં 24 કરોડનો પગાર મળ્યો હતો, જ્યારે મુકેશ અંબાણીની સેલરી 2008-09થી 15 કરોડ રૂપિયા પર સ્થિર રહી છે. આ વચ્ચે, કોરોના મહામારી દરમિયાન, મુકેશ અંબાણીએ બે વર્ષ 2020-21 અને 2021-22 માટે પગાર લીધો ન હતો. એક તરફ મુકેશ અંબાણીની સેલેરી યથાવત રહી, જ્યારે નિખિલનો પગાર 2010-11માં 11 કરોડ રૂપિયાથી વધી ગયો. અત્યારે તેમનો પગાર મુકેશ અંબાણીના કરતા પણ વધુ છે.