આંધ્રપ્રદેશના ચિત્તૂર જિલ્લાના ખેડૂત ચંદ્રમૌલી ચર્ચામાં છે. તેણે છેલ્લા 45 દિવસમાં ટામેટાં વેચીને 4 કરોડ રૂપિયાની કમાણી કરી છે. જેમાં 3 કરોડ રૂપિયાનો જંગી નફો થયો છે. તેણે જણાવ્યું કે ટામેટાં અંગે તેમને ખાતરી હતી કે ખર્ચ કવર થઈ જશે, પરંતુ આ વખતે મોટી આવકે તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. તેણે જણાવ્યું કે તેણે એપ્રિલમાં ટામેટાના છોડ વાવ્યા હતા અને તેની 22 એકર જમીનમાં અદ્યતન ટેક્નોલોજી દ્વારા આ છોડની સંભાળ લીધી હતી અને 45 દિવસના સમયગાળામાં ટામેટાંના 40,000 બોક્સ વેચ્યા હતા.
તેણે કર્ણાટકના કોલાર માર્કેટમાં તેની પેદાશો વેચી હતી, જે તેના મૂળ સ્થળની નજીક છે. છેલ્લા 45 દિવસમાં તેણે 40,000 બોક્સ વેચ્યા બાદ બજારમાં 15 કિલોના ટામેટાંની ટોપલીની કિંમત રૂ. 1,000 થી રૂ. 1,500ની વચ્ચે છે. ખેડૂત ચંદ્રમૌલીએ કહ્યું, “મેં અત્યાર સુધી જે ઉપજ મેળવી છે, તેનાથી મેં લગભગ 4 કરોડ રૂપિયાની કમાણી કરી છે. કુલ મળીને, ઉપજ મેળવવા માટે મારે મારી 22 એકર જમીનમાં 1 કરોડ રૂપિયાનું રોકાણ કરવું પડ્યું છે.” આમાં કમિશન અને ટ્રાન્સપોર્ટેશન ચાર્જનો સમાવેશ થાય છે. તેથી નફો 3 કરોડ રૂપિયા થશે.
ચિત્તૂર જિલ્લાના ખેડૂત ચંદ્રમૌલીએ જણાવ્યું કે આ વખતે ટમેટાની બમ્પર આવક થઈ છે. ચંદ્રમૌલીએ કહ્યું કે 22 એકર ખેતીની જમીનમાં દુર્લભ જાતના ટામેટાંના છોડ વાવ્યા છે. તેમની કાળજી લીધી અને સૂક્ષ્મ સિંચાઈ જેવી તકનીકો વડે છોડની દરેક જરૂરિયાત પૂરી કરી.ખેડૂત ચંદ્રમૌલીએ જણાવ્યું કે અમે ઘણા વર્ષોથી ટામેટાં ઉગાડીએ છીએ અને આ વર્ષે અમને અમારા અનુભવનો લાભ મળ્યો છે.
હવામાન વિભાગે કરી આજની આગાહી, હાલમાં વરસાદની સિસ્ટમ ગુજરાત પર એક્ટિવ નથી, છતાં અતિભારે વરસાદની વકી
ટામેટાંના આસમાનને આંબી જતા ભાવને કારણે અમારી કમાણી પણ રેકોર્ડ બનાવી છે. માત્ર ટામેટાની ખેતી જ નહીં, પરંતુ તેનું માર્કેટિંગ, સ્ટોરેજ અને બજારમાં પહોંચાડવું પણ જરૂરી છે. આવા તમામ પાસાઓનું ધ્યાન રાખવામાં આવ્યું હતું. ખેડૂત ચંદ્રમૌલીએ કહ્યું કે હવે ટામેટાં ઉત્તર ભારતમાં જઈ રહ્યા છે અને ઓગસ્ટ સુધી તે મોંઘા રહેવાની ધારણા છે. (તસવીર-ન્યૂઝ18)