જો ભૂલથી તમારા હાથમાં નકલી નોટ આવી જાય તો શું કરશો? ફક્ત આટલું જાણી લો

Desk Editor
By Desk Editor
Share this Article

ભારત દેશમાં જ્યારે નોટબંધી થઇ ત્યારબાદ નકલી નોટ એક મોટી સમસ્યા બની ગઇ છે. આજકાલ માર્કેટમાં ગમે ત્યારે ગમે તે વ્યક્તિ નકલી નોટ પધરાવીને જતું રહે તો નવાઇની વાત નથી. કારણ કે, નકલી નોટ પણ અસલી નોટ જેવી જ દેખાય છે.

નકલી નોટથી વસ્તુ ખરીદવાનો પ્રયાસ ન કરો

કોઇપણ વ્યક્તિ પાસે ભૂલથી નકલી નોટ આવે તો તે મુશ્કેલીમાં મૂકાઇ જાય છે. આ સિવાય કોઇ વ્યક્તિએ પણ નકલી નોટ આપીને વસ્તુ ખરીદવાનો પ્રયત્ન ન કરવો જોઇએ. આવું કરવાથી જે-તે વ્યક્તિ વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી થઇ શકે છે.

નકલી નોટ હાથમાં આવી જાય તો શું કરશો?

અહીં જે વાત કરવાની છે એ વાત છે એ કે, જો તમારી પાસે ભૂલથી નકલી નોટ આવી જાય તો શું કરશો? જો તમારી સાથે આવું થાય તો ડરવાની જરૂર નથી. સૌથી પહેલા તમે નકલી નોટ સંબંધિત કાનૂની એજન્સી પાસે જાઓ અને તેમને સંપૂર્ણ વિગત જણાવો. જેમ કે, નકલી નોટનો સીરિયલ નંબર, કેટલા રૂપિયાની નોટ છે અને જે વ્યક્તિ પાસેથી નોટ લીધી છે તેની બધી વિગતો આપી દો. એટલે સંબંધિત અધિકારી કાર્યવાહી શરૂ કરી દેશે.

જો ATMમાંથી નકલી નોટ નીકળે તો..?

આ સિવાય જો તમારી પાસે ATM મારફતે નકલી નોટ આવી છે તો તેનું રિફંડ પણ મળી જશે. જ્યારે તમારી પાસે ATMમાંથી નકલી નોટ નીકળે તો તેવા સમયે ATMના CCTV કેમેરામાં નોટને આગળ અને પાછળ બન્ને બાજુએ બતાવવી જોઇએ. બાદમાં ATM ગાર્ડને સૂચિત કરી દેવા જોઇએ. સાથે જ રસીદ લેવાનું પણ ન ભૂલતા. આ બધા પુરાવા સાથે રાખીને બેંકમાં જઇને નોટ બદલી શકો છો.

“ફોનથી લઈને કાર સુધી બધું સસ્તું…” ટાટા, અંબાણી, અદાણીએ કરી મોટી જાહેરાત, આ રીતે વધશે ભારતનું અર્થતંત્ર!

Samsungએ લોન્ચ કરી અનોખી ડિસ્પ્લે, ફ્લિપ ફોનની જેમ ખુલશે અને પછી… મજબૂતીમાં પણ અદભૂત, જાણો ફિચર્સ

રાજસ્થાનના આ મંત્રી પાસે છે 2 પત્ની અને 8 બાળકો, જનતાને પણ કહ્યું- તમે પણ વધુ બાળકો પૈદા કરો, “પ્રધાનમંત્રી આપશે છત”

સજા અને દંડની પણ જોગવાઇ

તમને એ પણ જણાવી દઇએ કે, જો કોઇ નકલી નોટ મારફતે લેણદેણ કરે છે અને દોષિ સાબિત થાય તો 10 વર્ષ જેલ અને દંડ અથવા તો બન્ને વસ્તુ થઇ શકે છે.


Share this Article