વિશ્વના સૌથી અમીર લોકોમાંના એક અને માઈક્રોસોફ્ટના કો-ફાઉન્ડર બિલ ગેટ્સની ઓફિસ વિશે ચોંકાવનારો ખુલાસો થયો છે. વોલ સ્ટ્રીટ જર્નલના રિપોર્ટ અનુસાર બિલ ગેટ્સની પ્રાઈવેટ ઓફિસ માટે ઈન્ટરવ્યુ દરમિયાન મહિલાઓને તેમની પર્સનલ લાઈફ, સેક્સ્યુઅલ લાઈફ વિશે એવા ઘણા સવાલ પૂછવામાં આવ્યા હતા, જેની તેમને અપેક્ષા નહોતી.
બિલ ગેટ્સની ઓફિસ માટે ઈન્ટરવ્યુ આપવા આવેલી મહિલા ઉમેદવારોએ જણાવ્યું કે ઈન્ટરવ્યુ દરમિયાન સેક્સ્યુઅલ એક્ટિવિટી, તેમની પોર્નોગ્રાફીની આદતો, લગ્નેત્તર સંબંધો, જાતીય ઈતિહાસ સહિત ઘણા આશ્ચર્યજનક પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. જો કે, આવા પ્રશ્નો પુરુષોને પૂછવામાં આવ્યા હતા કે કેમ, તેની માહિતી હજુ સુધી મળી નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બિલ ગેટ્સની પ્રાઈવેટ ઓફિસ ગેટ્સ વેન્ચર્સમાં કામ કરવા માટે આ ઈન્ટરવ્યુ મહિલાઓ માટે લેવામાં આવ્યો હતો.
જો કે, આ પ્રશ્નો અંગે બિલ ગેટ્સનાં પ્રવક્તાએ કહ્યું કે, તેમને ઇન્ટરવ્યુ દરમિયાન પૂછવામાં આવેલા આવા પ્રશ્નો વિશે કોઈ માહિતી નથી. તેમણે સ્પષ્ટપણે કહ્યું કે તેઓ ઉમેદવારોને ત્રીજા પક્ષ દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નોથી વાકેફ નથી અને તમામ આક્ષેપોને બાજુ પર મૂકી દીધા. એટલું જ નહીં, તેણે કહ્યું કે જો આ પ્રશ્નો પૂછવામાં આવ્યા છે તો તે ગેટ્સ વેન્ચર્સના કરારની વિરુદ્ધ છે. મળતી માહિતી મુજબ, આ ઈન્ટરવ્યુ હાલમાં જ સિક્યોરિટી કન્સલ્ટિંગ ફર્મ કોન્સેન્ટ્રિક એડવાઈઝર દ્વારા કરવામાં આવ્યા હતા.
લાંબી દાઢી, લાંબા વાળ અને સાધુનો પોશાક… ગુજરાતના વોન્ટેડ ગુનેગારની 23 વર્ષ બાદ મથુરામાંથી ધરપકડ
જુનાગઢમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી દીધી, તારાજીનો નજારો જોઈને ચોંકી જશો, ગામોના ગામો ડૂબ્યા
ઈન્ટરવ્યુ લેનારી મહિલાઓએ જણાવ્યું કે પર્સનલ લાઈફ, એક્સ્ટ્રા-મેરિટલ અફેર, પોર્નોગ્રાફિક આદતો સિવાય તેમને એ પણ પૂછવામાં આવ્યું કે શું તેમના ફોનમાં તેમની નગ્ન તસવીરો છે. શું તેણે ક્યારેય પૈસા માટે ડાન્સ કર્યો છે? જો કે આ અંગે કોઈ પુરૂષ ઉમેદવારે કંઈ જણાવ્યું નથી.