બેંકની આ સુવિધાથી ખાતામાં પૈસા ન હોવા છતાં પણ ઉપાડી શકાય, જાણો આ સુવિધા કેવી રીતે મેળવવી શકાય 

Desk Editor
By Desk Editor
Share this Article

Bank Overdraft or OD: શું તમે નવું બેંક ખાતું ખોલાવના છો, તો તમે બેંકમાં પૂછ જો કે શું અમને ઓવરડ્રાફ્ટની સુવિધા મળશે. અને જો તમારી પાસે પહેલેથી ખાતું હોય, તો તેમે તમારી બેંકમાંથી તેના વિશે પૂછપરછ કરો. જરુરીયાતના સમયે ઓવરડ્રાફ્ટ અથવા OD સુવિધા તમારા માટે ખૂબ જ ઉપયોગી થઈ શકે. જાણો આ સુવિધા કોને મળી શકે છે.

ઓવરડ્રાફ્ટ એક પ્રકારની લોન જે બેંક તમને ઓફર કરે છે. જો કે તેની ખાસ વાત એ છે કે આ માટે તમારે બેંકમાં જઈને ફોર્મ ભરવાની કે રાહ જોવાની જરૂર નથી. તમને ત્વરિત OD સુવિધા મળે છે. તમે કોઈપણ એટીએમમાંથી પૈસા ઉપાડી શકો છો. જો કે, તમને કેટલા પૈસા મળશે તે અગાઉથી નક્કી કરવામાં આવે છે.

OD એટલે શું છે?

દરેક બેંક ODની રકમ અલગ અલગ રીતે નક્કી કરી શકે છે. ઉદાહરણ તરીકે, જો કોઈની પાસે જન ધન ખાતું છે, તો તેને OD હેઠળ 10,000 રૂપિયા મળી શકે છે. તે વ્યક્તિ આ પૈસા સીધા ATMમાંથી ઉપાડી શકે છે.

ઓવરડ્રાફ્ટ હેઠળ પૈસા ઉપાડવા માટે તમારા ખાતામાં પૈસા રાખવાની જરૂર નથી. જો જન ધન ખાતું ધરાવનાર વ્યક્તિના ખાતામાં ઝીરો બેલેન્સ હોય તો પણ તે 10,000 રૂપિયા ઉપાડી શકે છે. ત્યારબાદ તેણે આ રકમ વ્યાજ સહિત પરત કરવાની રહેશે. નોંધનીય છે કે OD માત્ર રૂ. 10,000 માટે નથી. ઘણી બેંકો આ રકમ કરતાં વધુ માટે OD એકાઉન્ટ ઓફર કરે છે. પરંતુ તમારે તે ખાતાઓમાં મિનિમમ બેલેન્સ જાળવવાનું પણ ધ્યાન રાખવું પડશે.

કયાં ખાતા પર OD મળે છે?

કેટલીય જગ્યાએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધ્યા, જાણો ગુજરાતમાં ઘટ્યા કે વધ્યા

જન ધન ખાતા પર મળેલ OD પરનું વ્યાજ 2 થી 12 ટકાની વચ્ચે હોઈ શકે છે. તે વિવિધ બેંકો પર નિર્ભર રહેશે પરંતુ વ્યાજ 12 ટકાથી વધુ નહીં હોય. જો બેંકની ઓવરડ્રાફ્ટ સુવિધા 50,000 રૂપિયા છે અને ગ્રાહકે તેમાંથી 10,000 રૂપિયા ઉપાડી લીધા છે, તો માત્ર 10,000 રૂપિયા પર વ્યાજ લેવામાં આવશે, 50,000 રૂપિયા પર નહીં. કટોકટીની પરિસ્થિતિઓમાં જ ઓવરડ્રાફ્ટનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવે છે.

 


Share this Article
TAGGED: