કરોડો રૂપિયાની લોટરી અથવા જેકપોટ જીતનારા લોકો વિશે તમે સાંભળ્યું જ હશે. પરંતુ શું તમે ઈનામ તરીકે ઓફિસમાંથી રજા લેવાનું સાંભળ્યું છે… ના, ના. તમને જાણીને નવાઈ લાગશે કે ચીનમાં એક વ્યક્તિને ઓફિસમાંથી 365 દિવસની રજા મળી છે અને તે પણ પેઇડ લીવ. આ રીતે કર્મચારીઓને દરેક ઓફિસમાં સાપ્તાહિક રજા મળે છે, પરંતુ આ સિવાય વર્ષમાં ઘણી રજાઓ હોય છે, જે તેઓ લઈ શકે છે.
જો કે, ઘણી કંપનીઓમાં કર્મચારીઓને તેમની રજા (પેઇડ લીવ) લેવા માટે ઘણો સંઘર્ષ કરવો પડે છે. પરંતુ આ વ્યક્તિ એટલો ભાગ્યશાળી નીકળ્યો કે તેને આખા વર્ષની વેતન રજા મળી. સ્ટ્રેટ ટાઈમ્સના રિપોર્ટ અનુસાર ચીનના શેનઝેનમાં રહેતા એક વ્યક્તિની ઓફિસમાં પાર્ટી ચાલી રહી હતી. પાર્ટી ઓફિસની વાર્ષિક પાર્ટી હતી. આ દરમિયાન કર્મચારીઓ માટે લકી ડ્રોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તેમને ઓફિસ રજા સહિત ઈનામ તરીકે વિવિધ વસ્તુઓ મળી હતી.
男子在公司年会抽到“365天带薪休假”奖项 pic.twitter.com/aOaSxgBAtO
— The Scarlet Flower (@niaoniaoqingya2) April 12, 2023
તમને જણાવી દઈએ કે આ દિવસોમાં ચાઈનીઝ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક વ્યક્તિ આરામથી ખુરશી પર બેઠો છે, તેના હાથમાં એક મોટો ચેક છે, જેના પર લખેલું છે “365 દિવસની પેઇડ લીવ.” આ લકી ડ્રોમાં એક કર્મચારીનું નસીબ ખુલ્યું. તેને ઈનામ તરીકે 365 દિવસની રજા મળી. મીડિયા પોર્ટલ અનુસાર, કોરોના મહામારીને કારણે કંપનીએ તેના વાર્ષિક કાર્યક્રમને 3 વર્ષ સુધી હોલ્ડ પર રાખ્યો હતો. કામના તણાવને ઓછો કરવા અને કર્મચારીઓનું મનોબળ વધારવા માટે આ લકી ડ્રોનું આયોજન કરવામાં આવ્યું હતું.
IPL પૂરી થતાં તરત જ આ ભારતીય ખેલાડી સંન્યાસ લઈ લેશે! વારંવાર પસંદગીકારો અને કેપ્ટન સાથે દગો કર્યો
અમેરિકામાં એવો વિસ્ફોટ થયો કે કરોડો ભારતીયની આંતરડી કકળી ઉઠી, 18 હજાર ગાયોના મોત થતાં જગત હચમચી ગયું
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ વ્યક્તિની રજાઓના પૈસા કાપવામાં આવશે નહીં, એટલે કે કામ કર્યા વગર દર મહિને તેના ખાતામાં પગાર જમા થશે. જો કે, એવું કહેવામાં આવી રહ્યું છે કે હવે કંપની તે કર્મચારીને થોડા દિવસો માટે લીવ એનકેશમેન્ટ ઓફર કરી શકે છે, જેથી તે જલ્દી કામ પર પરત ફરી શકે.