IPL 2023ની શરૂઆત થઈ ગઈ છે. પ્રથમ મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાઈ હતી, જેમાં ગુજરાતે શાનદાર જીત નોંધાવી હતી. ગુજરાતે 4 બોલ બાકી રાખીને જીત મેળવી હતી. ચેન્નાઈ સુપર કિંગ્સે પહેલા જ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ઋતુરાજ ગાયકવાડની શાનદાર ઇનિંગ પર પાણી ફરી વળ્યું. તે જ સમયે, IPL 2023 ના ત્રીજા સૌથી મોંઘા ખેલાડી બેન સ્ટોક્સે CSKના મેનેજમેન્ટને નિરાશ કર્યા.
IPL 2023ની હરાજીમાં વેચાયેલો ત્રીજો સૌથી મોંઘો ખેલાડી બેન સ્ટોક્સ પ્રથમ મેચમાં છ બોલમાં 7 રન બનાવીને આઉટ થયો હતો. તેને ચેન્નાઈ સુપર કિંગ્સે 16.25 કરોડ રૂપિયા આપીને ટીમમાં સામેલ કર્યો હતો. અલબત્ત, ફ્રેન્ચાઇઝીએ બેન સ્ટોક્સ પાસેથી આની અપેક્ષા રાખી ન હોત. બેન સ્ટોક્સ સિવાય મહેન્દ્ર સિંહ ધોનીએ 7 બોલમાં 14 રન બનાવ્યા હતા. આ સાથે જ ઋતુરાજ ગાયકવાડે 92 રનની શાનદાર ઇનિંગ રમી હતી.
ધોની ક્યાંક બહાર નો રસ્તો ન દેખાડી દે!
જો બેન સ્ટોક્સ આવું જ પ્રદર્શન ચાલુ રાખશે તો તેને બહારનો રસ્તો શોધવો પડી શકે છે. સ્ટોક્સે IPLની 44 મેચમાં 927 રન બનાવ્યા છે. તે બોલિંગમાં પણ વધુ સારું પ્રદર્શન કરવા માટે જાણીતો છે. તેણે 44 મેચમાં 28 વિકેટ લીધી છે.
CSKના 14 કરોડના ખેલાડીએ જીતેલી બાજીની પથારી ફેરવી નાખી, એક ઓવર નાખી અને GTને લાડવો મળી ગયો
CSKને ત્રીજી હાર મળી હતી
ચેન્નાઈ સુપર કિંગ્સનો ગુજરાત સામે સતત ત્રીજો પરાજય થયો છે. ગયા વર્ષે 2022માં પણ ગુજરાતે બે મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સને હરાવ્યું હતું. ચેન્નાઈ માટે તે ખૂબ જ નિરાશાજનક છે.