ટેસ્ટ ક્રિકેટની સૌથી મોટી શ્રેણી એશિઝ શરૂ થઈ ગઈ છે. એશિઝ શ્રેણીની પ્રથમ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયા સામે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતર્યો અને પહેલા જ દિવસે 78 ઓવરમાં 8 વિકેટે 393 રન પર પોતાનો દાવ ડિકલેર કર્યો હતો. આ મેચમાં બંને ટીમના ખેલાડીઓ કાળી પટ્ટી પહેરીને મેદાનમાં આવ્યા હતા. હકીકતમાં, તાજેતરમાં જ ઇંગ્લેન્ડમાં એક યુવા ઓલરાઉન્ડરની જાહેરમાં છરી મારીને હત્યા કરવામાં આવી હતી, જેના કારણે બંને ટીમના ખેલાડીઓએ આ નિર્ણય લીધો હતો.
CLUB STATEMENT
Today we learnt of the death of our dear friend and team mate, Barnaby Webber.
Barney was attacked at the early hours of this morning walking home with a friend after a night out on 13/06/2023 and had lost his life.
(1/3) pic.twitter.com/rPKXNnvS8u
— Bishops Hull Cricket Club (@BishopsHull_CC) June 13, 2023
ઓલરાઉન્ડરની જાહેરમાં ચાકુ મારીને હત્યા
તાજેતરમાં નોટિંગહામમાં બનેલા ટ્રિપલ મર્ડર કેસની દરેક જગ્યાએ ચર્ચા થઈ રહી છે. આ ટ્રિપલ મર્ડરમાં જીવ ગુમાવનારાઓમાં બે ખેલાડી છે. બાર્નાબી વેબર અને ગ્રેસ કુમાર, બંને 19-19 વર્ષના હતા, જે યુનિવર્સિટી ઓફ નોટિંગહામના વિદ્યાર્થીઓ હતા. બાર્નાબી વેબર અંગ્રેજી ક્લબનો ક્રિકેટર હતો. તે જ સમયે, ગ્રેસ કુમાર ઈંગ્લેન્ડની અંડર-16 અને અંડર-18 હોકી ટીમનો ભાગ રહી ચૂક્યો છે. નોટિંગહામ હુમલામાં જીવ ગુમાવનારાઓને શ્રદ્ધાંજલિ આપવા માટે બંને ટીમો પ્રથમ દિવસે કાળી પટ્ટી પહેરીને મેદાનમાં ઉતરી હતી.
ઈંગ્લિશ કેપ્ટન બેન સ્ટોક્સે દુઃખ વ્યક્ત કર્યું
બાર્નાબી વેબર બિશપ્સ હલ ક્રિકેટ ક્લબ તરફથી રમ્યો હતો. વેબર 2021 માં ક્લબમાં જોડાયો હતો અને ત્યારથી તે ક્લબનો અભિન્ન ભાગ છે. તેણે ક્લબ માટે 30 થી વધુ મેચ રમી છે, જેમાં તેણે 622 રન બનાવ્યા છે અને 29 વિકેટ પણ લીધી છે. ઈંગ્લિશ કેપ્ટન બેન સ્ટોક્સે કહ્યું કે નોટિંગહામની ઘટના જોઈને બધા દુખી છે. આ ઘટનામાં જીવ ગુમાવનારા ત્રણ લોકોના પરિવારજનોના દુ:ખની કલ્પના પણ કરી શકાતી નથી.ઈંગ્લિશ ક્રિકેટ ટીમ પણ આ ઘટનાથી ખૂબ જ દુઃખી છે અને ટીમ આ ઘટનાથી પ્રભાવિત લોકો વિશે જ વિચારી રહી છે.
આ પણ વાંચો
અહીં 1 લીટર પેટ્રોલ માત્ર 1.5 રૂપિયામાં મળે છે, પરંતુ આ દેશમાં છે સૌથી મોંઘુ, જાણો દરેક દેશના ભાવ
ઈંગ્લેન્ડની ટીમે એક વિચિત્ર નિર્ણય લીધો છે
ઈંગ્લેન્ડની ટીમે 78 ઓવરમાં પોતાની ઈનિંગ ડિકલેર કરીને બધાને ચોંકાવી દીધા હતા. આ ઇનિંગમાં પૂર્વ કેપ્ટન જો રૂટે ઇંગ્લેન્ડ માટે કારકિર્દીની 30મી સદી ફટકારી હતી. બીજી તરફ વિકેટકીપર-બેટર જોની બેરસ્ટોએ 78 રન ફટકાર્યા હતા. જવાબમાં ઓસ્ટ્રેલિયાએ સ્ટમ્પ સુધી કોઈ પણ નુકશાન વિના 14 રન બનાવી લીધા હતા.