અફઘાનિસ્તાનના ફાસ્ટ બોલર પર નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ પ્રતિબંધ લાગ્યો ,વિરાટ કોહલી સાથે થયો હતો ઝઘડો

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

Cricket News: ઇન્ટરનેશનલ લીગ T20 એ અફઘાનિસ્તાનના સ્ટાર ફાસ્ટ બોલર નવીન ઉલ હક પર 20 મહિનાનો પ્રતિબંધ લગાવી દીધો છે. ILT20 એ શારજાહ વોરિયર્સ સાથેના કરારની શરતોનું ઉલ્લંઘન કરવા બદલ નવી વિરુદ્ધ આ મોટી કાર્યવાહી કરી છે. ટૂર્નામેન્ટની પ્રથમ સિઝનમાં શારજાહ વોરિયર્સ સાથે કરાર જીતનાર નવીનને એક વર્ષ માટે એક્સટેન્શનની ઓફર કરવામાં આવી હતી, પરંતુ તેણે બીજી સિઝન માટે રિટેન્શન નોટિસ પર હસ્તાક્ષર કરવાનો ઇનકાર કર્યો હતો. આ પછી તેના પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

ILT20 એ નવીન ઉલ હક પર 20 મહિના માટે પ્રતિબંધ મૂક્યો

વાસ્તવમાં, અફઘાનિસ્તાનના ફાસ્ટ બોલર નવીન ઉલ હકે ઈન્ટરનેશનલ લીગ T20ની પ્રથમ સિઝનમાં શારજાહ વોરિયર્સ માટે 9 મેચમાં 11 વિકેટ લીધી હતી, જે બાદ ફ્રેન્ચાઈઝી નવીન સાથે એક વર્ષનો કરાર વધારવા માંગતી હતી, પરંતુ નવીને સાઈન કરવાનો ઈન્કાર કરી દીધો હતો. નવીન અને શારજાહ વોરિયર્સ વચ્ચે વિવાદ થયો, જેને ઉકેલવા માટે ILT20 ને હસ્તક્ષેપ કરવો પડ્યો. જ્યારે મામલો ઉકેલાયો ન હતો, ત્યારે ILT20 એ ત્રણ સભ્યોની શિસ્ત સમિતિની રચના કરી હતી અને મામલાની તપાસ કરી હતી. આ પછી નવીન પર 20 મહિનાનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

મધ્યપ્રદેશના આ 6 કિલ્લાઓ અને મહેલો આજે પણ તેમની સંપૂર્ણ ભવ્યતામાં અસ્તિત્વ ધરાવે છે

‘મોસ્ટ બ્યુટિફુલ વુમન ઓફ ધ મુમેન્ટ’: ઓરી અને ભાભી-2 એટલે કે તૃપ્તિ ડિમરી એક ફ્રેમમાં.. જુઓ, ફોટા

સીમા હૈદરનો ભારતમાંથી દેશનિકાલ કરવામાં આવશે? પહેલા પતિની કરતૂતોથી ફફડી ગઈ, હવે વકીલે પણ કર્યો મોટો ખુલાસો

વિરાટ કોહલી અને નવીન ઉલ હક વચ્ચેની લડાઈ પૂરી થઈ ગઈ

તમને જણાવી દઈએ કે નવીન ઉલ હક IPL 2024 માટે લખનૌ સુપર જાયન્ટ્સનો ભાગ છે. ગત સિઝનમાં નવીન વિરાટ કોહલી સાથેની લડાઈને કારણે ચર્ચામાં રહ્યો હતો. જો કે આ બંને ખેલાડીઓ વચ્ચેની લડાઈ હવે પૂરી થઈ ગઈ છે.


Share this Article