Cricket News: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલી T20 શ્રેણીની ચોથી મેચ શહીદ વીર નારાયણ સિંહ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ, રાયપુરમાં રમાઈ રહી છે. આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનું પસંદ કર્યું હતું. બંને ઘણા ફેરફારો સાથે રમવા આવ્યા છે. ઓસ્ટ્રેલિયાની ટીમમાં 5 ફેરફાર કરવામાં આવ્યા છે, જ્યારે ભારતીય ટીમ પણ 4 ફેરફારો સાથે રમતી જોવા મળશે. રાયપુરનું આ મેદાન તેની પ્રથમ T20 આંતરરાષ્ટ્રીય મેચનું આયોજન કરી રહ્યું છે.
ઓસ્ટ્રેલિયા 5 ફેરફાર
ઓસ્ટ્રેલિયાએ આ મેચમાં પાંચ ફેરફાર કર્યા છે. ગ્લેન મેક્સવેલ, માર્કસ સ્ટોઈનીસ, જોશ ઈંગ્લિશ, સ્ટીવ સ્મિથ, શેન એબોટ અને એડમ ઝમ્પા સ્વદેશ પરત ફર્યા છે. કેપ્ટન મેથ્યુ વેડે કહ્યું, ‘બધો શ્રેય પસંદગીકારો અને કોચિંગ સ્ટાફને જાય છે, જેમણે વર્લ્ડ કપમાં રમી રહેલા ખેલાડીઓને ઘરે જવાનો મોકો આપ્યો અને ખેલાડીઓ માટે રમવાનો રસ્તો ખોલ્યો.’
ભારતીય ટીમમાં 4 ફેરફાર
સૂર્યકુમાર યાદવની કપ્તાનીમાં ટી-20 સિરીઝ રમી રહેલા ભારતે આ મેચમાં 4 ફેરફારો સાથે એન્ટ્રી કરી છે. ટોસ સમયે સૂર્યાએ જણાવ્યું કે પ્રસિદ્ધ કૃષ્ણની જગ્યાએ મુકેશ કુમાર, અર્શદીપ સિંહની જગ્યાએ દીપક ચહર, ઈશાન કિશનની જગ્યાએ જીતેશ શર્મા અને તિલક વર્માની જગ્યાએ શ્રેયસ અય્યર રમી રહ્યા છે. તમને જણાવી દઈએ કે આ મેચમાં અય્યર ટીમનો વાઇસ કેપ્ટન પણ છે.
ભારત: સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), જીતેશ શર્મા (વિકેટકીપર), યશસ્વી જયસ્વાલ, રુતુરાજ ગાયકવાડ, શ્રેયસ અય્યર, રિંકુ સિંહ, અક્ષર પટેલ, રવિ બિશ્નોઈ, દીપક ચહર, અવેશ ખાન, મુકેશ કુમાર.
મૃત્યુને હરાવીને 422 કલાક પછી બહાર નીકળેલો પહેલો મજૂર કોણ હતો? કઈ રીતે બહાર આવ્યો અને પછી શું થયું??
12 નવેમ્બરથી લઈને 28 નવેમ્બર સુધી 17 દિવસ ટનલમાં શું-શું થયું? જાણો પહેલા જ દિવસથી આખી કામગીરી વિશે
ઓસ્ટ્રેલિયા: જોશ ફિલિપ, ટ્રેવિસ હેડ, બેન મેકડર્મોટ, એરોન હાર્ડી, ટિમ ડેવિડ, મેથ્યુ શોર્ટ, મેથ્યુ વેડ (wk/c), બેન દ્વારશુઈસ, ક્રિસ ગ્રીન, જેસન બેહરેનડોર્ફ, તનવીર સંઘા.