ઈશાન કિશન હાલમાં દેશના સૌથી આશાસ્પદ ક્રિકેટરોમાંથી એક છે. તેણે બહુ ઓછા સમયમાં પોતાની તોફાની બેટિંગથી દુનિયાભરમાં નામ કમાઈ લીધું છે. IPLમાં સતત સારું પ્રદર્શન કર્યા બાદ તેને ગયા વર્ષે ભારત માટે ડેબ્યૂ કરવાનો મોકો મળ્યો હતો. જે દરમિયાન તેણે પોતાની ડેબ્યુ મેચમાં અડધી સદી ફટકારીને સૌના દિલ જીતી લીધા હતા.
ઈશાન કિશનની ક્રિકેટિંગ લાઈફ વિશે લગભગ દરેક જાણે છે, ઈશાન કિશનની સુંદર ગર્લફ્રેન્ડ વિશે વાત કરીએ તો જેની સુંદરતા સામે મોટી-મોટી અભિનેત્રીઓ પણ નિષ્ફળ જાય છે. ઈશાન કિશનની ગર્લફ્રેન્ડ અદિતિ હુંડિયા એક મોડલ છે અને તે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.
એક તરફ ઈશાન કિશન દેશના સૌથી પ્રખ્યાત ક્રિકેટરોમાંથી એક છે. બીજી તરફ તેની ગર્લફ્રેન્ડ અદિતિ હુંડિયા હાલમાં ફેશન જગત અને ગ્લેમરનો ફેમસ ચહેરો છે. અદિતિએ થોડા સમય પહેલા પોલેન્ડમાં યોજાયેલી મિસ સુપરનેશનલ સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું.
અદિતિ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને અવારનવાર ફેન્સ માટે તેના ફોટો અને વીડિયો શેર કરતી રહે છે. વર્ષ 2016માં ઈશાન કિશનની ગર્લફ્રેન્ડ એલિટ મિસ રાજસ્થાનમાં રનર અપ રહી હતી. અદિતિએ ઘણી વખત કહ્યું છે કે તે મોડલિંગની દુનિયામાં નામ બનાવવા માંગે છે.
વર્ષ 2016માં ઈશાન કિશનની ગર્લફ્રેન્ડ એલિટ મિસ રાજસ્થાનમાં રનર અપ રહી હતી. અદિતિએ ઘણી વખત કહ્યું છે કે તે મોડલિંગની દુનિયામાં નામ બનાવવા માંગે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ઈશાન અને અદિતિ એકબીજાને ડેટ કરી રહ્યાં છે, જો કે બંનેમાંથી કોઈએ આ વાતની સત્તાવાર પુષ્ટિ કરી નથી.