રિંકુ સિંઘે તાજેતરની IPLમાં KKR (કોલકાતા નાઈટ રાઈડર્સ) માટે ગુજરાત ટાઈટન્સ સામે રમેલી વિજયી ઈનિંગ્સ અદ્ભુત હતી, પરંતુ કમનસીબી એ છે કે આ સમયે તેની બેટિંગની ચર્ચા ઓછી, હિંદુ મુસ્લિમ રાજનીતિ વધુ ફૂલીફાલી રહી છે. સોશિયલ મીડિયા પર લોકો અલગ-અલગ કોમેન્ટ કરી રહ્યા છે. કેટલાક લોકો સોશિયલ મીડિયા પર કહી રહ્યા છે કે જ્યારે સિક્સર કિંગ રિંકુ સિંહ પાસે બેટ ખરીદવાના પૈસા ન હતા ત્યારે મોહમ્મદ જીશાને તેને ક્રિકેટ કિટ આપી હતી.
મસૂદ અમીને મફતમાં કોચિંગ આપ્યું અને પછી શાહરૂખ ખાને આઈપીએલમાં તક આપી.જ્યારે કોઈ ખેલાડી સારું પ્રદર્શન કરે છે ત્યારે તેની મદદ માટે ઘણા લોકો આગળ આવે છે, પરંતુ શું આ પ્રકારની ચર્ચાનો કોઈ અર્થ છે? આ મુદ્દે ન્યૂઝ18 લોકલે અલીગઢ ક્રિકેટ એકેડમીના કોચ અજય શર્મા સાથે વાત કરી હતી. તેણે કહ્યું કે અલીગઢની રિંકુ સિંહે રમેલી ધમાકેદાર ઇનિંગ્સ પછી હિંદુ-મુસ્લિમ ચર્ચા નકામી છે.
શર્માએ કહ્યું, “ખેલાડી કોઈ જાતિ કે ધર્મનો નથી હોતો. કેટલાક લોકો કહી રહ્યા છે કે મુસ્લિમોએ રિંકુ સિંહની મદદ કરી, જ્યારે કેટલાક લોકો કહી રહ્યા છે કે હિંદુઓએ તેને મદદ કરી. સત્ય એ છે કે ઘણા લોકો ખેલાડીની મદદ માટે આગળ આવે છે અને જે મદદ કરે છે તે એ નથી જોતો કે કોણ હિંદુ છે અને કોણ મુસ્લિમ છે. હું સમજું છું કે આ પ્રકારની રાજનીતિ ન થવી જોઈએ.
હવામાન વિભાગની નવી આગાહીથી હાહાકાર, આગ ઝરતી ગરમી સાથે અનરાધાર માવઠું પડશે, જાણો તમારા જિલ્લાની આગાહી
મહાઠગ કિરણ પટેલનું બેન્ક એકાઉન્ટ ચેક કરતાં અધિકારીઓ પણ ચોંકી ગયા, આટલો મોટો કાંડ કઈ રીતે કર્યો?
માંડ એક દિવસ તો ઘટ્યા, સોના-ચાંદીના ભાવમાં ફરીથી તોતિંગ વધારો, જાણો હવે એક તોલાના કેટલા હજાર આપવાના
અલીગઢના ક્રિકેટ પ્રેમી વસીમ અહેમદ સલમાનીએ કહ્યું, “હું પણ જૂના જમાનામાં ઘણું ક્રિકેટ રમ્યો છું. રિંકુ સિંહ સારો ખેલાડી છે. તેમણે જે રીતે અલીગઢનું નામ રોશન કર્યું, મને લાગે છે કે આ પ્રકારની રાજનીતિ ન થવી જોઈએ. હિંદુ-મુસ્લિમ કરવાનું કોઈ વ્યાજબી નથી કારણ કે તેણે જે સ્ટેડિયમમાં રમવાનું શરૂ કર્યું ત્યાં અન્ય ખેલાડીઓ રમે છે. જ્યારે કોઈ ખેલાડી સારું રમે છે ત્યારે તેની પ્રતિભા જોવી જોઈએ, જાતિ કે ધર્મને નહીં.”