IPL 2023ની ફાઇનલ મેચ ચેન્નાઇ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાશે. આ માટે ચેન્નાઈની ટીમ ગુજરાત પહોંચી ગઈ છે. મહેન્દ્ર સિંહ ધોનીની કપ્તાનીવાળી CSKએ પ્રથમ ક્વોલિફાયરમાં ગુજરાતને હરાવ્યું હતું. ચેન્નાઈએ તેના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર એક રસપ્રદ વીડિયો શેર કર્યો છે. જેમાં મહેન્દ્ર સિંહ ધોની અને દીપક ચહર ફ્લાઈટમાં જોવા મળી રહ્યા છે. ચાહકોને આ વીડિયો ઘણો પસંદ આવ્યો છે.
Wait till you see Cherry’s POV 💛📹#WhistlePodu #Yellove 🦁 @deepak_chahar9 pic.twitter.com/aLsrU6ALxl
— Chennai Super Kings (@ChennaiIPL) May 27, 2023
વાસ્તવમાં ચેન્નાઈએ ફ્લાઈટનો એક વીડિયો શેર કર્યો છે. જેમાં દીપક ચહર પોતાના ફોનમાંથી ધોનીનો ફોટો ક્લિક કરતા જોવા મળે છે. જ્યારે ધોની કેમેરા સામે જોઈને હસી રહ્યો છે. ધોનીની આ સ્ટાઇલ ફેન્સને ઘણી પસંદ આવી છે. આ વીડિયો પર ફેન્સે ઘણી કોમેન્ટ્સ કરી છે.
આ પણ વાંચો
બીજી એક મોટી કંપની મુકેશ અંબાણીની થઈ ગઈ, રિલાયન્સે આટલા કરોડમાં ડીલ ફાઈનલ કરી નાખી
ઉલ્લેખનીય છે કે, ધોનીની કેપ્ટનશિપવાળી ટીમ ચેન્નાઈએ આ સિઝનમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. ચેન્નાઈએ 14 લીગ મેચ રમીને 8માં જીત મેળવી હતી. તેને 5 મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ચેન્નાઈ પોઈન્ટ ટેબલમાં બીજા ક્રમે છે. તેથી, પ્રથમ ક્વોલિફાયરમાં, તેનો સામનો ટોચની ટીમ ગુજરાત ટાઇટન્સ સામે થયો હતો. ચેન્નાઈએ ગુજરાતને હરાવીને ફાઇનલમાં જગ્યા બનાવી હતી. ચેન્નાઈ તરફથી ડેવોન કોનવેએ સૌથી વધુ રન બનાવ્યા હતા. તેણે 15 મેચમાં 625 રન બનાવ્યા હતા. ઋતુરાજ ગાયકવાડે 15 મેચમાં 564 રન બનાવ્યા હતા. જો ટીમ માટે સૌથી વધુ વિકેટ લેનાર બોલરની વાત કરીએ તો તે તુષાર દેશપાંડે હતા. તેણે 15 મેચમાં 21 વિકેટ લીધી હતી. રવિન્દ્ર જાડેજાએ 15 મેચમાં 19 વિકેટ લીધી હતી.