મહેન્દ્ર સિંહ ધોનીએ ટેક્સ તરીકે જમા કરાવ્યા 38 કરોડ રૂપિયા, આખા રાજ્યમાં નંબર વન, જાણો કેટલી છે કમાણી અને પ્રોપર્ટી

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ 2020માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. તે માત્ર IPLમાં જ રમે છે. પરંતુ તેનાથી તેની કમાણી પર કોઈ અસર થઈ નથી. ધોની હજુ પણ ઝારખંડમાં સૌથી વધુ ટેક્સ ભરનાર વ્યક્તિ છે.

આવકવેરા વિભાગના જણાવ્યા અનુસાર, ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની ઝારખંડમાં સૌથી વધુ ટેક્સ ભરનાર વ્યક્તિ છે. ઈન્કમટેક્સ વિભાગે પુષ્ટિ કરી છે કે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવા છતાં ધોની 2022-23માં સૌથી વધુ ટેક્સ ચૂકવનાર છે. ધોની 15 ઓગસ્ટ 2020ના રોજ નિવૃત્ત થયો હતો પરંતુ તેનાથી તેની આવક પર કોઈ અસર થઈ નથી.

વર્ષ 2022-23માં તેમની આવક પાછલા વર્ષની તેમની આવક જેટલી છે જે આવકવેરા વિભાગને તેમની એડવાન્સ ટેક્સ ચુકવણી દ્વારા જાહેર કરવામાં આવી હતી. ધોનીએ આ વર્ષે 31 માર્ચે પૂરા થયેલા નાણાકીય વર્ષ માટે આવકવેરા વિભાગને કુલ રૂ. 38 કરોડનો એડવાન્સ ટેક્સ ચૂકવ્યો છે. ગયા વર્ષે પણ તેણે એડવાન્સ ટેક્સ જેટલી જ રકમ ભરી હતી. વર્ષ 2020-21માં ધોનીએ 30 કરોડ રૂપિયાનો એડવાન્સ ટેક્સ ચૂકવ્યો હતો.

ગે રિલેશનશિપ વિશે RSS નેતાએ નિવેદન આપતા ચારેકોર ભડકો થયો, કહ્યું- રાક્ષસો કરતા હત આવું…

ગુજરાત પર ભગવાન બરાબરના નારાજ, ફરી એકવાર કમોસમી વરસાદની ઘાતક આગાહી, આ વિસ્તારમાં પુર આવે એવો ખાબકશે

ઈજા બાદ પહેલીવાર સ્ટેડિયમમાં જોવા મળશે રિષભ પંત, આ ટીમને સપોર્ટ કરશે, ટીમને પણ છે ચારેકોરથી જીતની આશા

આવકવેરા વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર, ધોની આ વર્ષે પણ રાજ્યમાં સૌથી વધુ ટેક્સ ભરનાર છે. નિષ્ણાતોના મતે ધોની દ્વારા જમા કરાયેલા 38 કરોડ રૂપિયાના એડવાન્સ ટેક્સ પ્રમાણે તેની આવક લગભગ 130 કરોડ રૂપિયા થાય છે. 2019-20માં તેણે 28 કરોડનો એડવાન્સ ટેક્સ ભર્યો હતો. તેણે 2018-2019માં પણ આટલી જ રકમ ચૂકવી હતી. આ પહેલા ધોનીએ 2017-18માં 12.17 કરોડ રૂપિયા અને 2016-17માં 10.93 કરોડ રૂપિયા ચૂકવ્યા હતા. આ ક્રિકેટરે ઘણી કંપનીઓમાં રોકાણ કર્યું છે અને રાંચીમાં તેની પાસે 43 એકર ખેતીની જમીન છે.


Share this Article
TAGGED: ,