ક્રિકેટની દુનિયામાં ઘણા એવા ખેલાડીઓ છે, જેમને દેશ માટે રમવાનો મોકો મળે છે, જ્યારે ઘણા એવા છે કે જેઓ સ્થાનિક ક્રિકેટમાં સારું પ્રદર્શન કરવા છતાં રાષ્ટ્રીય ટીમમાં જગ્યા નથી બનાવી શકતા. આવી જ વાર્તા ઓડિશાના ફાસ્ટ બોલર બસંત મોહંતીની છે, જેણે ડોમેસ્ટિક ક્રિકેટમાં સારો દેખાવ કર્યો હતો. પરંતુ રાષ્ટ્રીય ટીમમાં સ્થાન મેળવી શક્યો ન હતો. રણજી ટ્રોફીમાં બંગાળ સામેની મેચ બાદ તેણે ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી.
રણજી ટ્રોફીમાં ઓડિશાએ બંગાળને 7 વિકેટે હરાવ્યું. ઓડિશાના ફાસ્ટ બોલર બસંત મોહંતીએ ગ્રુપ સ્ટેજની 115મી ટેસ્ટ મેચમાં 3 વિકેટ ઝડપી હતી. તેણે બે વખત કરણ લાલને આઉટ કર્યો અને એક વખત મનોજ તિવારીની વિકેટ લીધી. રસપ્રદ વાત એ છે કે જ્યારે તેણે 2007માં પોતાના કરિયરની શરૂઆત કરી ત્યારે પણ તેણે મનોજ તિવારીના રૂપમાં પહેલી વિકેટ લીધી હતી.
બસંત મોહંતીની કારકિર્દી
આ વખતે બજેટમાં સરકારી કર્મચારીઓને જલસા જ જલસા, પગારમાં થશે એટલો વધારો કે કોઈને આશા પણ નહીં હોય!
તમને જણાવી દઈએ કે બસંતે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 105 મેચમાં 403 વિકેટ લીધી છે. ફર્સ્ટ ક્લાસ મેચોમાં તેની ઈકોનોમી 2.28 રહી છે. તેણે 31 લિસ્ટ A મેચ અને 21 T20 મેચમાં અનુક્રમે 43 અને 20 વિકેટ લીધી છે. બસંતે તેની કારકિર્દીની છેલ્લી મેચ બંગાળ સામે રમી હતી અને મોટી જીત મેળવી હતી.