ધોનીએ આ ખેલાડીને ચોખ્ખું મોં પર ચોપડી દીધું, કહ્યું- જો તારે ટીમમાં રહેવું હોય તો 20 કિલો વજન ઘટાડી નાખ, નહીંતર…

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

Cricket News: મહેન્દ્ર સિંહ ધોનીની ગણતરી સૌથી સફળ કેપ્ટનોમાં થાય છે. તેમના નેતૃત્વમાં ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) એ 5 વખત IPL ટાઇટલ જીત્યું હતું. હવે અફઘાનિસ્તાનના એક ખેલાડીએ ધોની વિશે ખુલાસો કર્યો છે.

ધોની જ્યારે કોઈ ખેલાડીને તક આપે છે ત્યારે તે તેને એક ખાસ જવાબદારી પણ આપે છે. જો કોઈ ભૂલ થઈ જાય તો તે ખેલાડીને ઠપકો પણ આપવામાં આવે છે. દરેક વ્યક્તિ જાણે છે કે તે ફિટનેસને લઈને કેટલો સભાન છે અને જો ફિલ્ડિંગમાં કોઈ ભૂલ થાય તો તે ગુસ્સે થઈ જાય છે. આ માટે તેને ટીમમાં મોટાભાગે ફિટ ખેલાડીઓ પસંદ છે.

અફઘાનિસ્તાનના પૂર્વ કેપ્ટન અસગર અફઘાને દિગ્ગજ એમએસ ધોની વિશે ખુલાસો કર્યો છે. અસગર અફઘાને કહ્યું કે એકવાર ધોનીએ કહ્યું હતું કે જો વિકેટકીપર મોહમ્મદ શહજાદ તેનું 20 કિલો વજન ઘટાડશે તો તે તેને ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમમાં પસંદ કરશે. આ વાત 2018 એશિયા કપ દરમિયાન બની હતી.

એશિયા કપ-2018ની ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની મેચ ટાઈ રહી હતી. તે મેચમાં મોહમ્મદ શહઝાદે 116 બોલમાં 11 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 124 રન બનાવ્યા હતા. અફઘાનિસ્તાને નિર્ધારિત 50 ઓવરમાં 8 વિકેટે 252 રન બનાવ્યા, જે બાદ ટીમ ઈન્ડિયા 252 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. શહઝાદને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો હતો. આ મેચ બાદ અસગર અફઘાન અને ધોની વચ્ચે બોલાચાલી થઈ હતી.

ધડામ થયા સોનાના ભાવ.. હવે ફટાફટ ખરીદી લેજો દાગીના નહીં તો રહી જશો, જાણો કેટલું સસ્તુ થયું સોનું અને ચાંદી

અધધ, પૈસાનો ઢગલો.. કોંગ્રેસ સાંસદના ઘરે ઈન્કમટેક્સનો દરોડા, 100 કરોડથી વધુની રોકડ મળી

હવે, ગુજરાતના સાણંદમાં બનશે વિદેશી પીણું કોકા-કોલા.. 3,000 કરોડના ખર્ચે સ્થાપશે પ્લાન્ટ, મોટી સંખ્યામાં રોજગારની તક

અસગર અફઘાને કહ્યું હતું કે, ‘મેચ ટાઈ થયા બાદ મેં ધોની સાથે લાંબી વાતચીત કરી. તે એક શાનદાર કેપ્ટન છે અને ભારતીય ક્રિકેટને ભગવાનની ભેટ છે. તે એક સારો વ્યક્તિ છે. અમે મોહમ્મદ શહજાદ વિશે ઘણી વાતો કરી. મેં ધોનીભાઈને કહ્યું કે શહજાદ તમારો બહુ મોટો ફેન છે. ધોનીએ કહ્યું કે શહેઝાદનું વજન વધારે છે અને જો તેનું વજન 20 કિલો ઘટી જશે તો હું તેને આઈપીએલમાં પસંદ કરીશ, પરંતુ જ્યારે શહેઝાદ સિરીઝ બાદ અફઘાનિસ્તાન પરત ફર્યો ત્યારે તેનું વજન 5 કિલો વધી ગયું હતું.


Share this Article
TAGGED: , , ,