Cricket News: ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની વિરૂદ્ધ છેતરપિંડીના કેસમાં બુધવાર 20 માર્ચે રાંચી સિવિલ કોર્ટ તરફથી મહત્વપૂર્ણ નિર્ણય આવ્યો છે. આ મામલો પૂર્વ ક્રિકેટર મિહિર દિવાકર, સૌમ્ય દાસ અને અર્કા સ્પોર્ટ્સ મેનેજમેન્ટ પ્રાઈવેટ લિમિટેડ સામે છેતરપિંડીના આરોપો સાથે સંબંધિત છે, જેઓ મહેન્દ્ર સિંહ ધોનીના સહયોગી હતા. મહેન્દ્ર સિંહ ધોની વતી રાંચીની સિવિલ કોર્ટમાં 15 કરોડ રૂપિયાની છેતરપિંડીનો કેસ દાખલ કરવામાં આવ્યો છે.
માહિતી આપતા ધોનીના એડવોકેટ દયાનંદ સિંહે જણાવ્યું કે આ કેસની સુનાવણી રાંચીની સિવિલ કોર્ટમાં 20 માર્ચે થઈ હતી. સુનાવણી દરમિયાન કોર્ટે પ્રથમ દ્રષ્ટીએ આ કેસને યોગ્ય ગણાવ્યો હતો. જે બાદ કોર્ટે આ કેસમાં મિહિર દિવાકર, સૌમ્ય દાસ અને અરકા સ્પોર્ટ્સ મેનેજમેન્ટ પ્રાઈવેટ લિમિટેડ સામે સમન્સ જારી કરવાનો આદેશ જારી કર્યો હતો. રાંચી સિવિલ કોર્ટમાં સક્ષમ કોર્ટ રાંચી જેએમ 24 રાજકુમાર પાંડેની કોર્ટમાં આ કેસની સુનાવણી થઈ હતી. મહેન્દ્ર સિંહ ધોની વતી એડવોકેટ દયાનંદ સિંહે કોર્ટમાં પોતાનો કેસ રજૂ કર્યો હતો.
ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની વતી રાંચી સિવિલ કોર્ટમાં તેના પૂર્વ બિઝનેસ પાર્ટનર મિહિર દિવાકર વિરુદ્ધ ફોજદારી કેસ દાખલ કરવામાં આવ્યો છે. ધોની તરફથી કહેવામાં આવ્યું છે કે મિહિર દિવાકરે કરારની શરતોનું ઉલ્લંઘન કર્યું છે. ઉપરાંત 2021 માં કરાર રદ થયા પછી પણ ધોનીના નામનો ઉપયોગ મિહિર દિવાકરની કંપની આર્કા સ્પોર્ટ્સ મેનેજમેન્ટ લિમિટેડ દ્વારા કરવામાં આવ્યો હતો.
હોળી પહેલા આકાશમાંથી મુસીબત વરસશે! ક્યાંક આકરો તાપ તો ક્યાંક કરા રંગમાં ભંગ પાડશે, જાણો નવી આગાહી
એક જ ઝાટકે મુકેશ અંબાણીની રિલાયન્સે 81,763 કરોડ રૂપિયા ગુમાવ્યા, SBI ને પણ ધોળા દિવસે તારા દેખાયા!
ધોનીના વકીલે ભૂતકાળમાં મિહિર દિવાકરે સોશિયલ મીડિયા પર શેર કરેલા મંતવ્યોનું પણ ખંડન કર્યું હતું. તમને જણાવી દઈએ કે બીજી પાર્ટી મિહિર દિવાકર વતી પણ મહેન્દ્ર સિંહ ધોની વિરુદ્ધ કાનપુર કોર્ટમાં 1લી ફેબ્રુઆરીએ કેસ દાખલ કરવામાં આવ્યો છે.