Cricket News: હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિકના છૂટાછેડાના સમાચાર સોશિયલ મીડિયા પર ફેલાઈ ગયા છે. જોકે, આ દંપતીએ હજુ સુધી આ બાબતે કોઈ સ્પષ્ટતા કરી નથી અને ન તો તેમના છૂટાછેડાની પુષ્ટિ કરી છે. દરમિયાન, નેટીઝન્સ હવે દાવો કરી રહ્યા છે કે હાર્દિક અને નતાશાએ જાણીજોઈને છૂટાછેડાના ખોટા સમાચાર ફેલાવ્યા છે. આ હાર્દિકની PR વ્યૂહરચનાનો એક ભાગ છે જેના દ્વારા તે સહાનુભૂતિ મેળવવાનો પ્રયાસ કરી રહ્યો છે.
બન્યું એવું કે રી-એડિટ પર એક લાંબી પોસ્ટમાં એક યુઝરે દાવો કર્યો છે કે હાર્દિક અને નતાશા છૂટાછેડા નથી લઈ રહ્યા. પોસ્ટમાં લખ્યું છે – ‘મેં નજીકના સૂત્રો પાસેથી સાંભળ્યું છે કે હાર્દિક અને નતાશા ઓપન એરેન્જ્ડ મેરેજમાં છે. તેઓ બંને એક કોમન ફ્રેન્ડ દ્વારા મળ્યા હતા અને ઈંગ્લેન્ડમાં ભારતના વર્લ્ડ કપ પછી ઓગસ્ટ 2019-નવેમ્બર 2019 વચ્ચે તેમનો સંબંધ બંધાયો હતો.
‘તેમના લગ્નની શરતો હંમેશા સ્પષ્ટ હતી…
યુઝરે આગળ લખ્યું- ‘તે રિલેશનશિપ દરમિયાન પ્રેગ્નન્ટ થઈ ગઈ અને તેને આગળ વધારવાનું નક્કી કર્યું. તેથી જ નવા વર્ષ 2020 દરમિયાન, તેણે અચાનક તેની સગાઈની જાહેરાત કરી અને કોવિડને કારણે, લગ્ન ભવ્ય રીતે થઈ શક્યા નહીં. તેમના લગ્નની શરતો હંમેશા સ્પષ્ટ હતી. તેમના લગ્ન સંપૂર્ણપણે ખુલ્લા છે અને તે બંને જેની સાથે ઈચ્છે તેની સાથે રહી શકે છે.
હાર્દિક અને નતાશાએ જ ફેલાવી છૂટાછેડાની અફવા?
યુઝરે આગળ દાવો કર્યો અને લખ્યું – ‘છૂટાછેડાની આ અચાનક અફવા પણ પરસ્પર સંમતિથી જ ફેલાય છે. છૂટાછેડા નથી થઈ રહ્યા પરંતુ IPLના સમગ્ર ફિયાસ્કો અને ફ્લોપ શો પછી સહાનુભૂતિ મેળવવા માટે હાર્દિકની PR વ્યૂહરચનાનાં ભાગરૂપે આ અફવા ફેલાવવામાં આવી છે. તમે અપેક્ષા રાખી શકો છો કે બંને ટૂંક સમયમાં સંયુક્ત નિવેદન બહાર પાડશે અને આ અફવાને સંપૂર્ણપણે નકારી કાઢશે જે તેઓએ પોતે ફેલાવી છે.
હવે અન્ય યુઝર્સ પણ રી-એટીડ પરની આ વાયરલ પોસ્ટ પર પ્રતિક્રિયા આપી રહ્યા છે અને પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. જોકે, આ દાવામાં કેટલું સત્ય છે તેની પુષ્ટિ અમે કરતા નથી.
પાંચ દિવસ સુધી આકરી ગરમી, પછી મળશે રાહત, મેઘરાજા હાશકારો અપાવશે.. જાણો IMDનું નવું અપડેટ
દેશમાં ફરીથી કોરોનાએ ભરડો લીધો, અહીં 25000 કેસ, ગુજરાતમાં પણ આટલા, આરોગ્ય વિભાગે ચેતવણી આપી કે…
દિલીપ જોશી પર ખુરશી ફેંકી અને જેઠાલાલનો પિત્તો ગયો, આપી દીધી તારક મહેતા શો છોડવાની ધમકી, પછી…
છૂટાછેડાની અફવાઓ વચ્ચે હાર્દિક-નતાશા રોમેન્ટિક વેકેશન પર?
છૂટાછેડાના સમાચાર વચ્ચે, એક રિપોર્ટ દાવો કરી રહ્યો છે કે આ દિવસોમાં હાર્દિક પંડ્યા અને નતાશા રોમેન્ટિક વેકેશન પર છે. થોડા દિવસો પહેલા હાર્દિકે સ્વિમિંગ પૂલમાંથી પોતાનો એક વીડિયો પણ શેર કર્યો હતો.