Cricket News: IPL 2024 ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહી છે. આ માટે ઘણા ખેલાડીઓએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ યાદીમાં હાર્દિક પંડ્યા પણ જોડાઈ ગયો છે. વર્લ્ડ કપ 2023 દરમિયાન હાર્દિકને ઈજા થઈ હતી. જે બાદ તે ઘણા મહિનાઓ સુધી ટીમ ઈન્ડિયાની બહાર રહ્યો હતો. પરંતુ હવે તે IPLમાં રમતા જોવા મળશે. હાર્દિકે કહ્યું છે કે તે ફિટ થઈ ગયો હતો. પરંતુ કેટલાક કારણોસર તે ભારત માટે મેચ રમી રહ્યો ન હતો.
હાર્દિક પંડ્યાએ કહ્યું, “હા, હું બોલિંગ કરી રહ્યો હતો. વર્લ્ડ કપ દરમિયાન મને જે ઈજા થઈ હતી. તે ખૂબ પીડાદાયક ન હતી. તેનાથી મારી અગાઉની ઈજામાં કોઈ ફરક પડ્યો નથી. મારી ફિટનેસ પર પણ કોઈ અસર થઈ નથી. જ્યારે હું ફિટ થઈ ગયો ત્યારે જાન્યુઆરીમાં અફઘાનિસ્તાન સામે ટી-20 શ્રેણી શરૂ થઈ. તે સમયે હું ફિટ થઈ ગયો હતો પરંતુ તે પછી કોઈ મેચ ન થઈ. આ કારણે હું રમી શક્યો નહીં.
IPLમાં હાર્દિક પંડ્યાનું પ્રદર્શન શાનદાર છે. તે છેલ્લા 2 વર્ષથી ગુજરાત ટાઇટન્સનો ભાગ હતો. જ્યાં વર્ષ 2022માં તેણે પહેલી જ સિઝનમાં ટીમને ચેમ્પિયન બનાવી હતી અને 2023માં તેણે ટીમને ફાઇનલમાં પહોંચાડી હતી. જોકે, એમએસ ધોનીની ચેન્નાઈ સુપર કિંગ્સે ફાઇનલમાં ગુજરાતને હરાવ્યું હતું. આ વર્ષે તે મુંબઈની કેપ્ટનશીપ કરતો જોવા મળશે.
હોળી પહેલા આકાશમાંથી મુસીબત વરસશે! ક્યાંક આકરો તાપ તો ક્યાંક કરા રંગમાં ભંગ પાડશે, જાણો નવી આગાહી
એક જ ઝાટકે મુકેશ અંબાણીની રિલાયન્સે 81,763 કરોડ રૂપિયા ગુમાવ્યા, SBI ને પણ ધોળા દિવસે તારા દેખાયા!
હાર્દિક પંડ્યાએ ભારત માટે અત્યાર સુધીમાં કુલ 92 T20 મેચ રમી છે. આ દરમિયાન તેના બેટમાંથી કુલ 1348 રન આવ્યા છે. તેનો સર્વોચ્ચ સ્કોર 71 રહ્યો છે. સરેરાશ 25ની આસપાસ રહી છે. બોલિંગ દરમિયાન હાર્દિકે 92 મેચની 82 ઇનિંગ્સમાં કુલ 73 વિકેટ ઝડપી છે. અત્યાર સુધી તે કોઈપણ મેચમાં 5 વિકેટ લઈ શક્યો નથી.