Cricket News: મેન્સ અંડર-19 વર્લ્ડ કપનું શેડ્યૂલ જાહેર થઈ ગયું છે. આ ટુર્નામેન્ટ 19મી જાન્યુઆરીથી શરૂ થઈ રહી છે. ફાઇનલ મેચ 11 ફેબ્રુઆરીએ રમાશે. આ દરમિયાન કુલ 41 મેચો રમાશે. ભારતીય ટીમ 20 જાન્યુઆરીથી અહીં પોતાના અભિયાનની શરૂઆત કરશે. ICCએ સોમવારે સાંજે અંડર-19 વર્લ્ડ કપનું સંપૂર્ણ શેડ્યૂલ જાહેર કર્યું. આ વખતે વર્લ્ડ કપમાં ચાર ગ્રુપ બનાવવામાં આવ્યા છે. ચાર-ચાર ટીમોને ચારેય ગ્રુપમાં રાખવામાં આવી છે.
U19 Men's World Cup schedule. pic.twitter.com/AGFTcVR1GA
— Mufaddal Vohra (@mufaddal_vohra) December 11, 2023
દરેક ટીમ તેના ગ્રુપની બાકીની ત્રણ ટીમો સામે એક-એક મેચ રમશે. ચારેય ગ્રૂપમાં ટોચની 3 ટીમો આગલા રાઉન્ડમાં પ્રવેશ કરશે. એટલે કે બીજા રાઉન્ડમાં કુલ 12 ટીમો હશે. અહીં દરેક ટીમ બીજા ગ્રુપની બે ટીમો સાથે એક-એક મેચ રમશે. એટલે કે દરેક ટીમ આ રાઉન્ડમાં બે મેચ રમશે. આ પછી ટોપ-4 ટીમ સેમિફાઇનલમાં પહોંચશે. સેમી ફાઈનલ અને ફાઈનલ માટે પણ રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે.
ગ્રુપ A: ભારત, બાંગ્લાદેશ, આયર્લેન્ડ, યુએસએ
ગ્રુપ બી: ઈંગ્લેન્ડ, દક્ષિણ આફ્રિકા, વેસ્ટ ઈન્ડિઝ, સ્કોટલેન્ડ
ગ્રુપ સી: ઓસ્ટ્રેલિયા, શ્રીલંકા, ઝિમ્બાબ્વે, નામિબિયા
ગ્રુપ ડી: અફઘાનિસ્તાન, પાકિસ્તાન, ન્યુઝીલેન્ડ, નેપાળ
મેચ રમવા જાય એટલે પહેલા બોલે જ આઉટ.. આ ત્રણ ક્રિકેટર્સનો 0 રન સાથે સૌથી વધુ વખત આઉટ થવાનો રેકોર્ડ
ગ્રુપ સ્ટેજમાં ભારતીય ટીમ તેની પ્રથમ મેચ 20 જાન્યુઆરીએ બાંગ્લાદેશ સાથે, બીજી મેચ 25 જાન્યુઆરીએ આયર્લેન્ડ સાથે અને ત્રીજી મેચ 28 જાન્યુઆરીએ અમેરિકા સાથે રમશે. તમને જણાવી દઈએ કે આ ટૂર્નામેન્ટ દક્ષિણ આફ્રિકામાં યોજાશે. આ તમામ મેચો અહીંના પાંચ મેદાન પર રમાશે.અંડર-19 વર્લ્ડ કપનું આયોજન 1988થી કરવામાં આવે છે. તે 1998 થી દર બીજા વર્ષે યોજાય છે. અત્યાર સુધી ટીમ ઈન્ડિયા આ ટૂર્નામેન્ટમાં પાંચ વખત ચેમ્પિયન બની છે.