ICC ઇવેન્ટ્સ શેડ્યૂલ જાહેર, 2 વર્લ્ડ કપ રમાશે ભારતમાં, ઇંગ્લેન્ડ WTC ફાઇનલની કરશે યજમાની, જાણો શેડ્યૂલ

Desk Editor
By Desk Editor
Share this Article

Cricket News: ગયા વર્ષે ભારતમાં રમાયેલા ICC ODI વર્લ્ડ કપની ફાઇનલમાં ભારતીય ટીમની હારથી ક્રિકેટ ચાહકોના દિલ તૂટી ગયા હતા. ઘરઆંગણે ICC ટ્રોફી જીતવાની એક મોટી તક ગુમાવી દેવાથી દરેકને દુઃખ હતું. ભારતીય પ્રશંસકો માટે ICC તરફથી સારા સમાચાર આવ્યા છે. આવતા વર્ષે ભારતમાં એક નહીં પરંતુ બે વર્લ્ડ કપનું આયોજન થવા જઈ રહ્યું છે.

આગામી ચાર વર્ષની ICC ઈવેન્ટ્સની યાદી જાહેર કરવામાં આવી છે. વર્ષ 2024-2027 વચ્ચે યોજાનારી તમામ ICC ઈવેન્ટ્સનું શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે જેમાં ભારતે બે ICC વર્લ્ડ કપની યજમાની કરવાની છે. ICC એ આગામી બે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલના આયોજનની જવાબદારી ઈંગ્લેન્ડને આપી છે. પાકિસ્તાને આવતા વર્ષે ફેબ્રુઆરીમાં ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની કરવાની છે.

ભારત વર્લ્ડ કપની કરશે યજમાની

જો આપણે આગામી ચાર વર્ષની ICCની ઇવેન્ટ લિસ્ટ પર ધ્યાન આપીએ તો ભારત પાસે મહિલા વર્લ્ડ કપની યજમાની કરવાની તક છે. આ ટુર્નામેન્ટ ઓક્ટોબર-નવેમ્બર વચ્ચે યોજાશે. આ સિવાય ભારત 2026માં શ્રીલંકા સાથે મેન્સ ટી20 વર્લ્ડ કપની પણ યજમાની કરશે. આ ટુર્નામેન્ટ પણ ઓક્ટોબર-નવેમ્બરમાં યોજાવાની છે.

અંબાલાલ પટેલની મોટી આગાહી, આ દિવસોમાં માવઠું પડવાની શક્યતા, ભારે હિમ વર્ષા માટે પણ થઈ જાવ તૈયાર

અધધ.. અમદાવાદમાં પેટ્રોલ અને ડીઝલ થયું મોંઘુ, આ શહેરોમાં ભાવ ઘટ્યા, ગુજરાતમાં જ વધારો કેમ? જાણો કારણ

Big News: ગુજરાતમાં 10 હજાર કાયમી શિક્ષકોની થશે ભરતી, આગામી ભરતી પ્રક્રિયામાં કરાયાં મોટા ફેરફારો, માત્ર ટેટ-ટાટને પ્રાધાન્ય?

ICCના 2024 થી 2027 વચ્ચે રમાનારી ઈવેન્ટના શેડ્યૂલ મુજબ 13 ઈવેન્ટના યજમાનોના નામ જાહેર કરવામાં આવ્યા છે. પાકિસ્તાન આવતા વર્ષે એટલે કે 2025માં મેન્સ ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની કરશે. 2026માં, નામિબિયા અને ઝિમ્બાબ્વે સંયુક્ત રીતે મેન્સ અંડર-19 વર્લ્ડ કપની યજમાની કરશે. જ્યારે 2027 મેન્સ વર્લ્ડ કપની યજમાની દક્ષિણ આફ્રિકા અને ઝિમ્બાબ્વે કરશે. 2027માં નેપાળને બાંગ્લાદેશ સાથે મળીને મહિલા અંડર-19 T20 વર્લ્ડ કપની યજમાની કરવાની તક મળશે.


Share this Article