IND vs AFG T20I: BCCIનો નવો પ્રયોગ.. ભારત તેના ટોપ-5 બોલરો વિના ઉતારશે મેદાનમાં, આ રીતે કરાશે પસંદગી!

Desk Editor
By Desk Editor
Share this Article

Best T20 Team of 2023: ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે 11 જાન્યુઆરીથી T20 મેચોની શ્રેણી રમાશે. આ પહેલીવાર છે જ્યારે અફઘાનિસ્તાનની ટીમ દ્વિપક્ષીય શ્રેણી માટે ભારત આવી રહી છે. પણ હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે દુનિયાભરના કયા 11 ખેલાડીઓ ICCની સર્વશ્રેષ્ઠ T20 ટીમમાં સ્થાન મેળવશે.

એક તરફ તેણે રોહિત શર્મા, વિરાટ કોહલી જેવા પોતાના સૌથી સિનિયર બેટ્સમેનોને ટીમમાં બોલાવ્યા છે. બીજી તરફ દેશના ટોપ-5 બોલરોમાંથી કોઈને પણ ટીમમાં સ્થાન મળ્યું નથી. જો કે, આજે અમે તમને જણાવીશું કે કયા 11 ખેલાડીઓ વર્ષ 2023ની સર્વશ્રેષ્ઠ T20 ટીમમાં સ્થાન મેળવી શકે છે.

કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલી 15 મહિના બાદ ભારતીય ક્રિકેટ ટીમમાં પરત ફર્યા છે. આ બંને ટીમના સૌથી સફળ બેટ્સમેન તો છે જ, પરંતુ સૌથી અનુભવી પણ છે. રોહિત શર્મા 2007 થી અને વિરાટ 2010 થી ભારત માટે T20 મેચ રમી રહ્યો છે. વિરાટના નામે T20Iમાં 4000થી વધુ રન છે અને રોહિતના નામે 3800થી વધુ રન છે.

બીજી તરફ ભારત માટે સૌથી વધુ વિકેટ ઝડપનાર બોલરોની વાત કરવામાં આવે તો યાદીમાં ટોચ પર દેખાતા નામો અફઘાનિસ્તાન સામે જોવા મળશે નહીં. ભારત તરફથી યુઝવેન્દ્ર ચહલે સૌથી વધુ 96 વિકેટ લીધી છે. તેના પછી ભુવેશ્વર કુમાર (90), જસપ્રિત બુમરાહ (74), હાર્દિક પંડ્યા (73), રવિચંદ્રન અશ્વિન (72)નું નામ આવે છે. પરંતુ આ પાંચ ખેલાડીઓ ભારત-અફઘાનિસ્તાન શ્રેણીમાં રમી શકશે નહીં.

શા માટે ટોચના 5 બોલરો બહાર છે?

ભારતે જાન્યુઆરીના અંતિમ સપ્તાહથી ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ શ્રેણી રમવાની છે. તેથી જસપ્રીત બુમરાહને આરામ આપવામાં આવ્યો છે. હાર્દિક પંડ્યા ઘાયલ છે. નબળા પ્રદર્શનને કારણે ભુવનેશ્વર કુમારે ટીમમાં સ્થાન ગુમાવ્યું છે. યુઝવેન્દ્ર ચહલ અને અશ્વિનનું પ્રદર્શન ટીમમાં પસંદગી કરવા યોગ્ય હતું, પરંતુ પસંદગીકારોએ નવા બોલરોને તક આપવા માટે કદાચ આ બંનેને બહાર રાખ્યા હતા.

અર્શદીપ-કુલદીપ પર જવાબદારી

અફઘાનિસ્તાન સામે ભારતીય ટીમમાં સામેલ બોલરોમાં અર્શદીપ સિંહ અને કુલદીપ યાદવને સૌથી સફળ કહી શકાય. T20 ઈન્ટરનેશનલમાં અર્શદીપ સિંહે 59 અને કુલદીપ યાદવે 58 વિકેટ ઝડપી છે. સફળ ભારતીય T20 બોલરોની યાદીમાં અર્શદીપ અને કુલદીપનું નામ અનુક્રમે છઠ્ઠા અને સાતમા સ્થાને છે. મુકેશ કુમાર, અવેશ ખાન અને રવિ બિશ્નોઈ પણ તેમને સપોર્ટ કરવા માટે છે.

SRKની ફિલ્મ ડંકીના ‘લૂટ પુટ ગયા’ ગીતનો જબરો ક્રેઝ, વિદેશી ભૂમિમાં ચાહકો ફિલ્મના ગીત પર ઝૂમતા જોવા મળ્યાં

2030 બાદ પેટ્રોલ-ડીઝલના વાહનો જોવા નહીં મળે? કેન્દ્ર સરકારે બનાવ્યો મેગા પ્લાન, જાણો તમારા વાહનનું શું થશે?

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશનો સૌથી વિશાળ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શો-2024 ખુલ્લો મુક્યો

આ સિવાય ઓલરાઉન્ડર શિવમ દુબે, અક્ષર પટેલ અને વોશિંગ્ટન સુંદર પણ ભારતીય બોલિંગને મજબૂત કરતા જોવા મળશે. આ વર્ષે જૂનમાં ટી-20 વર્લ્ડ કપ યોજાવાનો છે. આવી સ્થિતિમાં આ બોલરોનું પ્રદર્શન તેમના ભવિષ્યનો રસ્તો નક્કી કરી શકે છે.


Share this Article
TAGGED: