ભારત પાકિસ્તાનના મેચને લઈ લોકોમા અનોખો રોમાન્સ, અમદાવાદની બધી હોટેલ અત્યારથી જ બુક, લાખો રૂપિયા રૂમનું ભાડું

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

India vs Pakistan World Cup Match: આંતરરાષ્ટ્રીય ક્રિકેટ (International cricket) કાઉન્સીલે તાજેતરમાં જ ભારત દ્વારા ચાલુ વર્ષે યોજાનારા વન-ડે વર્લ્ડ કપનો નવો કાર્યક્રમ જાહેર કર્યો છે. આ ટૂર્નામેન્ટની શરૂઆત 5 ઓક્ટોબરથી થશે. જ્યારે ફાઇનલ મેચ પણ 19 નવેમ્બરે રમાશે. નવા કાર્યક્રમમાં ભારત-પાકિસ્તાનની મેચ સહિત 9 મેચમાં ફેરફાર કરવામાં આવ્યા હતા. હવે ભારત અને પાકિસ્તાન વચ્ચે 15ના બદલે 14મી ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં (Narendra Modi Stadium) મુકાબલો ખેલાશે.

 

રૂમનું ભાડું 2.5 લાખ રૂપિયા સુધી પહોંચ્યું

વર્લ્ડ કપનો કાર્યક્રમ જાહેર થતાની સાથે જ અમદાવાદમાં આ મેચની તૈયારીઓ ઝડપથી શરૂ થઈ ગઈ છે. અહીં ચાહકોએ હોટલના રૂમ બુક કરવાનું શરૂ કરી દીધું છે. આ જ કારણ છે કે અહીં મોંઘવારી આસમાને પહોંચવા લાગી છે. હોટલના રૂમના ભાડામાં જબરદસ્ત વધારો થયો છે. 5 સ્ટાર હોટલમાં રૂમનું ભાડું એક દિવસનું 20 હજારથી અઢી લાખ રૂપિયા સુધી પહોંચી ગયું છે.

આ માહોલ એ સમયનો છે જ્યારે ટિકિટનું વેચાણ પણ શરૂ થયું નથી. આઈસીસીએ વર્લ્ડ કપની ટિકિટોની પણ જાહેરાત કરી છે. આ મુજબ, સૌપ્રથમ ચાહકોએ ટિકિટ માટે નોંધણી કરાવવી પડશે. આ પછી જ તમે ટિકિટ ખરીદી શકશો. આ રજીસ્ટ્રેશન 15મી ઓગસ્ટથી જ શરૂ થઈ ગયા છે.

 

ટિકિટ બુક થઈ જશે તો 100 કિમી દૂર પણ રૂમ નહીં મળે!

વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં યોજાનારી ભારત-પાકિસ્તાનની આ મેચને કારણે સ્ટાર કેટેગરીની હોટલમાં એડવાન્સ બુકિંગ લગભગ ફુલ થઈ ગયું છે. 3થી 5 સ્ટાર કેટેગરીની હોટલોમાં એક દિવસનું ભાડું 20 હજારથી અઢી લાખ રૂપિયા સુધી પહોંચી ગયું છે.

પ્રેસિડેન્શિયલ સ્યૂટનું બુકિંગ લગભગ 1 લાખથી 2.5 લાખ રૂપિયા સુધીની કિંમતે કરવામાં આવ્યું છે. જેનું મુખ્ય કારણ એ માનવામાં આવી રહ્યું છે કે ક્રિકેટ પ્રેમીઓ આ મેચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. હોટેલ એસોસિએશનનું માનવું છે કે, એક વખત મેચની ટિકિટ કન્ફર્મ થઈ જાય પછી તમામ નાની-મોટી હોટેલ્સ, અમદાવાદની આસપાસ 100 કિમી સુધીના ફ્લેટ શેરિંગનું પણ બુકિંગ થઈ જશે.

 

આ મેચની ટિકિટોનું વેચાણ હજુ શરૂ થયું નથી, તે પહેલાંની સ્થિતિ એવી છે એટલે જ્યારે ટિકિટ કન્ફર્મ થશે ત્યારે બાકીની જગ્યાએ પણ ભાવ વધશે. આનું મોટું કારણ એ છે કે સ્ટેડિયમની ક્ષમતા 1 લાખથી વધુ દર્શકોની છે. ગુજરાત બહારથી 30-40 હજાર જેટલા લોકો આવશે. જેના કારણે ભાવ આસમાને પહોંચી રહ્યા છે.

ફ્લાઇટના ભાડામાં પણ 5 ગણો વધારો થયો છે.

હોટેલ્સ ઉપરાંત ફ્લાઇટ્સની વાત કરીએ તો તે દિવસોની હવાઇ મુસાફરી પણ મોંઘી થઇ ગઇ છે. 13થી 15 ઓક્ટોબર દરમિયાન મુંબઈ અને દિલ્હીથી અમદાવાદ આવતી મોટાભાગની ફ્લાઈટમાં ભાવ 10 હજારથી 25 હજાર સુધી પહોંચી ચૂક્યા છે. આ ભાવમાં હજુ વધુ વધારો થવાની ધારણા છે. સામાન્ય દિવસોમાં આ ભાડું અઢીથી પાંચ હજાર સુધીનું હોય છે. આ સ્થિતિ છે જ્યારે મેચની ટિકિટોનું વેચાણ પણ શરૂ થયું નથી.

 

 

કેવી રીતે બુક કરાવવી અને ટિકિટની નોંધણી કરાવવી

ચાહકોની ટિકિટ અને નોંધણી માટે, ICC વેબસાઇટ (www.cricketworldcup.com/register) સિવાય, સત્તાવાર ટિકિટિંગ ભાગીદારોની વેબસાઇટની મુલાકાત લઈને પણ બુકિંગ કરી શકાય છે. નોંધણી હેઠળ, નામ, સરનામું, દેશ જેવી મૂળભૂત માહિતી ભરવાની રહેશે. નોંધણી પછી, ચાહકોએ ટિકિટ બુક કરવા માટે 25 ઓગસ્ટ સુધી રાહ જોવી પડશે.

વર્લ્ડ કપ 2023ની ટિકિટ 25 ઓગસ્ટથી અલગ-અલગ તબક્કામાં વેચવામાં આવશે. પ્રથમ દિવસે, ચાહકો પાસે તમામ બિન-ભારતીય પ્રેક્ટિસ મેચો અને તમામ બિન-ભારતીય વર્લ્ડ કપ મેચોની ટિકિટ ખરીદવાનો વિકલ્પ હશે. એટલે કે ભારતીય ટીમની મેચો સિવાય તમે અન્ય તમામ મેચો અને વોર્મ-અપ મેચોની ટિકિટ બુક કરાવી શકશો.

 

આઝાદી પછી અત્યાર સુધીમાં સોનાનો ભાવ 660 ગણો વધી ગયો, જાણો 1947ના વર્ષમાં કેટલો ભાવ હતો? જાણીને વિશ્વાસ નહીં આવે

એ દિવસે ધોનીએ કરોડો લોકોને રડાવ્યા હતાં, આખો દેશ ગુમસુમ થઈ ગયો, બધુ જાણે ઠપ થઈ ગયું હોય એવો માહોલ

આઝાદી યાદ કરો: આખું ભારત આઝાદ થઈ ગયું પણ જૂનાગઢ 15 ઓગસ્ટે આઝાદ નોહ્તું થયું, રહસ્યો જાણવા જેવા છે

 

ભારતીય મેચોની ટિકિટ 30 ઓગસ્ટથી ઉપલબ્ધ થશે

જ્યારે ભારતીય ટીમની મેચો અને વોર્મ-અપ મેચોની ટિકિટ 30 ઓગસ્ટથી 3 સપ્ટેમ્બર સુધી ઉપલબ્ધ રહેશે. અમદાવાદમાં રમાનાર ભારત-પાકિસ્તાન મેચની ટિકિટ 3 સપ્ટેમ્બરે ઉપલબ્ધ થશે. જ્યારે સેમી ફાઈનલ અને ફાઈનલની ટિકિટ 15 સપ્ટેમ્બરે ખરીદી શકાશે. ટિકિટ બુક કરાવ્યા બાદ ચાહકોએ હાર્ડ કોપી દ્વારા સ્ટેડિયમમાં પ્રવેશ કરવો પડશે. આ માટે વર્લ્ડ કપની મેચોની યજમાની કરતા શહેરોમાં ટિકિટ કલેક્શન કાઉન્ટર બનાવવામાં આવશે.

 

 


Share this Article