5મી અને અંતિમ T-20I ક્રિકેટમાં ઓસ્ટ્રેલિયાને 6 રને હરાવી ભારતે શ્રેણીમાં 4-1થી મેળવી જીત

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

CRICKET NEWS: પાંચમી અને અંતિમ T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ભારતે ગઈકાલે રાત્રે બેંગલુરુ ખાતે ઓસ્ટ્રેલિયાને 6 રનથી હરાવીને 4-1થી શ્રેણી જીતી લીધી હતી. પ્રથમ બેટિંગ કરતા યજમાન ટીમે નિર્ધારિત 20 ઓવરમાં 8 વિકેટે 160 રન બનાવ્યા હતા. લક્ષ્યનો પીછો કરતા ઓસ્ટ્રેલિયા આઠ વિકેટે 154 રન જ બનાવી શક્યું હતું.

બેટ અને બોલ બંનેથી શાનદાર પ્રદર્શન કરવા બદલ અક્ષરને ‘પ્લેયર ઓફ ધ મેચ’ જાહેર કરવામાં આવ્યો હતો. તેણે તેની બેટિંગ કુશળતાને ઉજાગર કરી, હકીકતમાં, તેના ઝડપી 31 રનના કેમિયોએ ભારતને ઓસ્ટ્રેલિયા સામે પડકારજનક 160 રન બનાવવામાં મદદ કરી. કેપ્ટનની તરીકે સૂર્યકુમાર યાદવની આ પ્રથમ શ્રેણી હતી જેમાં તેણે ભારતને શાનદાર જીત અપાવી હતી.

T20 સિરીઝ જીત્યા બાદ કેપ્ટન સૂર્યકુમાર યાદવે ટ્રોફી મેળવી હતી. તેણે આ ટ્રોફી બે યુવા ખેલાડીઓ રિંકુ સિંહ અને જીતેશ શર્માને આપી. આ સાથે ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી T-20 શ્રેણી રવિ બિશ્નોઈ માટે યાદગાર રહી, જેણે શાનદાર બોલિંગ કરી અને સમગ્ર શ્રેણીમાં 9 વિકેટ ઝડપી. તેને પ્લેયર ઓફ ધ સિરીઝનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.

મૃત્યુને હરાવીને 422 કલાક પછી બહાર નીકળેલો પહેલો મજૂર કોણ હતો? કઈ રીતે બહાર આવ્યો અને પછી શું થયું??

12 નવેમ્બરથી લઈને 28 નવેમ્બર સુધી 17 દિવસ ટનલમાં શું-શું થયું? જાણો પહેલા જ દિવસથી આખી કામગીરી વિશે

ભાજપ, કોંગ્રેસ, રાજનેતા, અભિનેતા, ક્રિકેટર…. બધા જ ખુશખુશાલ, 41 મજૂરોનો જીવ બચ્યા બાદ સૌએ રાજીપો વ્યક્ત કર્યો!

બંને ટીમો અત્યાર સુધી એકબીજા સામે 31 T20 ઇન્ટરનેશનલ મેચ રમી ચૂકી છે, જેમાંથી ભારતે 19 મેચ જીતી છે અને ઓસ્ટ્રેલિયા 11 મેચમાં વિજયી બન્યું છે. એક મેચ પરિણામ વિના સમાપ્ત થઈ.


Share this Article