India vs England 2nd Test: ભારતે બીજી ટેસ્ટમાં ઈંગ્લેન્ડને 106 રને હરાવીને 5 મેચની શ્રેણી 1-1થી કરી બરાબરી

Desk Editor
By Desk Editor
Share this Article

Cricket News: ભારતે વિશાખાપટ્ટનમ ટેસ્ટમાં ઈંગ્લેન્ડને 106 રનથી હરાવ્યું છે. 399 રનના લક્ષ્‍યાંકનો પીછો કરતા ઇંગ્લિશ બેટ્સમેનો ભારતીય બોલરોના 292ના કુલ સ્કોર પર ઓલઆઉટ થઇ ગયા હતા. ભારત તરફથી બીજી ઇનિંગમાં રવિચંદ્રન અશ્વિન અને જસપ્રિત બુમરાહે 3-3 વિકેટ લીધી હતી.

ભારતની પ્રથમ ઇનિંગમાં યશસ્વી જયસ્વાલે શાનદાર બેટિંગ કરી હતી અને બેવડી સદી ફટકારી હતી. જ્યારે શુભમન ગિલે બીજી ઇનિંગમાં સદી ફટકારી હતી, જેના કારણે ભારતે બીજી ઇનિંગમાં 255 રન બનાવ્યા હતા.

જસપ્રીત બુમરાહે મેચમાં 9 વિકેટ ઝડપી હતી, તેણે પ્રથમ દાવમાં 6 વિકેટ લઈને ઈંગ્લિશ બેટિંગની કમર તોડી નાખી હતી. બુમરાહને તેના શાનદાર પ્રદર્શન માટે મેન ઓફ ધ મેચનો ખિતાબ મળ્યો હતો.

ભારતીય ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહે મેચમાં 9 વિકેટ ઝડપી હતી, તેણે પ્રથમ દાવમાં 6 વિકેટ લઈને ઈંગ્લિશ બેટિંગની કમર તોડી નાખી હતી. બુમરાહને તેના શાનદાર પ્રદર્શન માટે મેન ઓફ ધ મેચનો ખિતાબ મળ્યો હતો.

જૂનાગઢમાં ભડકાઉ ભાષણ આપવાના આરોપી મૌલવીની 2 કલાક પૂછપરછ, પોલીસ આ બે સવાલોના માંગે છે જવાબ

Hyundai લાવી રહી છે દેશનો સૌથી મોટો IPO, ક્યારે મળશે રોકાણની તક, કેટલા પૈસા એકઠા કરવાની તૈયારી કરી રહી છે? જાણો

પેપર લીક કરવા બદલ 5 વર્ષની જેલ, મોદી સરકાર સંસદમાં લાવી રહી છે મજબૂત બિલ, જાણો શું છે જોગવાઈ?

આ જીત સાથે ભારતે 5 મેચની શ્રેણી 1-1થી બરાબર કરી લીધી છે. પ્રથમ મેચમાં ભારતને 28 રને હારનો સામનો કરવો પડ્યો હતો. સિરીઝની આગામી મેચ 15 ફેબ્રુઆરીથી રાજકોટમાં રમાશે.


Share this Article