Cricket News: ઈન્દોરમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી બીજી વનડેમાં શુભમન ગિલે શાનદાર સદી ફટકારી હતી. ગિલે 92 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. તેની સદીમાં 6 ચોગ્ગા અને 4 છગ્ગાનો સમાવેશ થાય છે. આ પહેલા ગિલે મોહાલીમાં રમાયેલી પ્રથમ વનડેમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું, જેમાં તેણે 63 બોલમાં 74 રન બનાવ્યા હતા. જો કે તે વખતે ગિલ સદી ચૂકી ગયો હતો. પરંતુ આજે તેણે તેની ODI કારકિર્દીની છઠ્ઠી સદી ફટકારી હતી, જે ઓસ્ટ્રેલિયા સામે તેની પ્રથમ સદી હતી.
The moment when Shubman Gill registered his 6th ODI Hundred! 👏👏#TeamIndia | #INDvAUS | @IDFCFIRSTBank pic.twitter.com/SiIh7dWk2e
— BCCI (@BCCI) September 24, 2023
ગિલે 35મી ODIની 35મી ઇનિંગમાં છઠ્ઠી સદી ફટકારી હતી. ગિલ અત્યાર સુધી વનડેમાં 1900 રનનો આંકડો પાર કરી ચૂક્યો છે. ગિલ ODIની 35 ઇનિંગ્સ પછી સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બન્યો. આ સદી સાથે ગિલે આ વર્ષે વનડેમાં 1200 રનનો આંકડો પણ સ્પર્શી લીધો છે. ઓસ્ટ્રેલિયા સામે ગિલની આ પ્રથમ સદી છે. આ પહેલા તેણે તાજેતરમાં રમાયેલા એશિયા કપ 2023માં બાંગ્લાદેશ સામે સદી ફટકારી હતી. ગિલની છ ODI સદીઓમાં એક બેવડી સદીનો પણ સમાવેશ થાય છે.
ગિલની આંતરરાષ્ટ્રીય કારકિર્દી
ગિલ એવો ખેલાડી છે જે ભારત માટે ત્રણેય ફોર્મેટ રમે છે. અત્યાર સુધીમાં તેણે તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં 18 ટેસ્ટ, 35 વનડે અને 11 ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. ટેસ્ટની 33 ઇનિંગ્સમાં તેણે 32.2ની એવરેજથી 966 રન બનાવ્યા છે, જેમાં તેણે 2 સદી અને 4 અડધી સદી ફટકારી છે. વનડેમાં તેણે 1900 રનનો આંકડો પાર કર્યો છે. આ સિવાય ટી20 ઈન્ટરનેશનલમાં ગિલે 11 ઈનિંગ્સમાં 30.4ની એવરેજ અને 146.86ના સ્ટ્રાઈક રેટથી 304 રન બનાવ્યા છે, જેમાં 1 સદી અને 1 અડધી સદી સામેલ છે. ગિલ ભારત માટે ત્રણેય ફોર્મેટમાં સદી ફટકારનાર બેટ્સમેન છે.