ઘણી ખમ્માં: ભીમા ખૂંટીની કેપ્ટનશીપ હેઠળ ઇન્ડિયન ગ્લેડીયટર્સ ટીમે ઇતિહાસ રચ્યો, ટીમ ચેમ્પિયન બનતા જ લાખો ગુજરાતીઓ હરખાયા

Lok Patrika Desk
By Lok Patrika Desk
Share this Article

4 અને 5 માર્ચના રોજ કોલકત્તાના પ્રગતિ સિંઘ ગ્રાઉન્ડમ પર ઇન્ડિયન ગ્લેડીયટર્સ  અને ઇન્ડિયન ફાઈટર્સ ની ટીમો વચ્ચે મુકાબલા ચાલી રહ્યા હતા.

આ ટુર્નામેન્ટ વ્હીલચેર ક્રિકેટ ઇન્ડિયા એસોસિએશન દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો. ટુર્નામેન્ટની ફાઇનલ મેચ 10-10 ઓવરની રમાઈ હતી.

આ ફાઇનલ મુકાબલામાં ઇંડિયન ગ્લેડીયટર્સ  ટીમના કેપ્ટન  ભીમા ખૂંટી એ ટોસ જીતીને પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો.

જવાબમાં ઇન્ડિયન ફાઈટર્સ ટીમે તાબડ તોબ બલ્લેબાજી કરીને માત્ર 10 ઓવરમાં 3 વિકેટ ના નુકશાને 143 રન ખડકી દીધા હતા.

તેના જવાબમાં ઇન્ડિયન ગ્લેડીયટર્સ ટીમે માત્ર 7.3 ઓવરમાં 9 વિકેટે ફાઇનલ મેચ જીતીને એક ઈતિહાસ રચી દીધો હતો.

ઇન્ડિયન ગ્લેડીયટર્સ ની ટીમ તરફથી રાજા બાબુના 60 રન અકાર અવસ્થીના 42 અને ભીમા ખૂંટીના 20 રન સામેલ હતા અને સાથે ભીમા ખૂંટીએ એક ડાયરેક્ટ હિટ દ્વારા રન આઉટ પણ કર્યો હતો.

ભીમા ખૂંટી એ ફરી એક વખત પોરબંદર તથા ગુજરાતનું નામ રોશન કર્યું છે.

ત્યારે ભારતના સ્ટાર બોલર આર. પી. સિંહના હાથે ભીમા ખૂંટી ને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી.

બસ એક અઠવાડિયું કાઢી નાખો પછી આ 3 રાશિના લોકો ચારેકોરથી છાપશે, સૂર્ય-ગુરુની યુતિ કરોડપતિ બનાવશે!

એક બાજુ હોળી અને બીજી બાજુ વરસાદ, ગુજરાતના 56 તાલુકામાં માવઠાનો માર, જુઓ ક્યાં કેટલો? નુકસાનનો પાર નહીં!

700 વર્ષ પછી બની રહ્યાં છે આ 5 ‘શુભ રાજયોગ’, વરસાદની જેમ ધન વરસી પડશે! જાણો તમારી સૌથી મોટી ખુશીની વાત

સાથે ભારતના સ્ટાર બેટ્સમેન વિનોદ કામ્બલી તથા વ્હીલચેર ક્રિકેટ ઇન્ડિયા એસોસિયેશનના પ્રમુખ અભય પ્રતાપ સિંહ અને ભારતની વ્હીલચેર ક્રિકેટ ટીમના કેપ્ટન સોમજીત સિંહે પણ ભીમા તથા તેમની ટીમને અભિનંદન પાઠવ્યા હતા.


Share this Article