Cricket News: હાર્દિક પંડ્યાને ઈજાઓ સાથે ખુબ લેવાદેવા છે એવું કહીએ તો ખોટું ન પડે. IPL 2024 પહેલા જ હાર્દિકને ઈજા થઈ હતી. 2023માં રમાયેલા ODI વર્લ્ડ કપ દરમિયાન તેને ઈજા થઈ હતી, જેના કારણે તે થોડા મહિનાઓ સુધી ક્રિકેટથી દૂર રહ્યો હતો. હવે IPLમાં મુંબઈની આગેવાની કરી રહેલા હાર્દિક પંડ્યાને લઈને મોટો દાવો કરવામાં આવ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે તે ઈજાગ્રસ્ત છે, પરંતુ કોઈનું માનતો નથી.
ન્યૂઝીલેન્ડના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર સિમોન ડોલનું માનવું છે કે હાર્દિક પંડ્યા ઈજાગ્રસ્ત છે. હાર્દિકે સિઝનની પ્રથમ બે મેચમાં બોલિંગ કરી હતી. પરંતુ પછીની બે મેચમાં તેણે બોલિંગ કરી ન હતી અને ત્યારબાદ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામેની પાંચમી મેચમાં હાર્દિકે માત્ર એક ઓવર નાંખી હતી. બોલિંગથી હાર્દિકનું અંતર સાયમન ડોલના મનમાં મુંબઈના કેપ્ટન ઈજાગ્રસ્ત હોવાની શંકા પેદા કરી રહ્યું છે.
ક્રિકબઝ પર બોલતા સિમોન ડોલે કહ્યું, “ તેણે પ્રથમ મેચમાં પ્રથમ ઓવર ફેંકીને એક ઉદાહરણ સ્થાપિત કર્યું અને પછી અચાનક તમારી જરૂર નથી. તે ઘાયલ છે. હું તમને કહું છું કે તેમની સાથે કંઈક ખોટું છે. તે માનવા તૈયાર નથી. પરંતુ તેની સાથે કંઈક ખોટું છે. આ મારી અંદરની લાગણી છે.” હાર્દિકને દિલ્હી સામે બોલિંગ ન કરવા અંગે પૂછવામાં આવ્યું હતું. હાર્દિકે જવાબ આપ્યો કે તે ‘યોગ્ય સમયે’ બોલિંગ કરશે.
સંન્યાસને લઈ ખુદ રોહિત શર્માએ કર્યો સૌથી મોટો ધડાકો, કહ્યું- 2025માં ભારત વર્લ્ડ ચેમ્પિયનશિપ..
હાર્દિકની ઈજા ટીમ ઈન્ડિયા માટે ફરી મુશ્કેલ બની શકે છે
તમને જણાવી દઈએ કે હાર્દિક પંડ્યાની ઈજા મુંબઈની સાથે સાથે ટીમ ઈન્ડિયા માટે પણ મુશ્કેલી ઊભી કરી શકે છે. IPL બાદ જૂનથી T20 વર્લ્ડ કપ રમાશે. જો હાર્દિકને ખરેખર ઈજા થઈ હોય તો તે ચિંતાનો વિષય છે. જો કે તેની સંભવિત ઈજા અંગે કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી. હાર્દિક આ પહેલા વનડે વર્લ્ડ કપ 2023માં ઈજાગ્રસ્ત થયો હતો. ટૂર્નામેન્ટની શરૂઆતની કેટલીક મેચ રમ્યા બાદ હાર્દિક ઈજાગ્રસ્ત થયો હતો. આ ઈજામાંથી સાજા થતા હાર્દિકને થોડા મહિના લાગ્યા હતા.