કોહલીનું દે દનાદન: IPLમાં એક જ ઝાટકે વિરાટે બનાવ્યો મહા રેકોર્ડ, ત્રણ દિગ્ગજોને પાછળ રાખી દીધા

Lok Patrika
By Lok Patrika
Share this Article

Cricket News: IPL 2024ની 41મી મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદ સામે વિરાટ કોહલીએ એક મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો. રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) અને સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) વચ્ચે મેચ રમાઈ હતી, જેમાં વિરાટ કોહલીએ એક મોટો રેકોર્ડ બનાવીને ઈતિહાસના પુસ્તકોમાં પોતાનું નામ નોંધાવ્યું હતું. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ આ મેચ જીતી હતી. સતત 6 હાર બાદ RCBની આ પહેલી જીત છે, જ્યારે આ IPL સિઝનમાં RCBએ જીતેલી આ બીજી મેચ છે.

કોહલીએ અડધી સદી ફટકારી હતી

ટોસ જીતીને પ્રથમ બેટિંગ કર્યા બાદ વિરાટ કોહલી અને ફાફ ડુ પ્લેસિસે આરસીબીને ઝડપી શરૂઆત અપાવી હતી. 2024 IPLમાં ઓરેન્જ કેપ ધારક કોહલીએ 43 બોલમાં 51 રનની ઇનિંગ રમી હતી, જેમાં 4 ફોર અને 1 સિક્સ સામેલ હતી. આ સાથે તેણે સિઝનમાં 400 રન પૂરા કર્યા અને આ સિઝનમાં આ સિદ્ધિ મેળવનાર પ્રથમ ખેલાડી બન્યો. કોહલીએ તેની IPL કારકિર્દીમાં 10મી વખત એક સિઝનમાં 400 રનનો આંકડો પૂરો કર્યો અને આ સિદ્ધિ હાંસલ કરનાર ઇતિહાસનો પ્રથમ ખેલાડી બન્યો.

ત્રણ દિગ્ગજોને પાછળ છોડી દીધા

2024 IPL પહેલા કોહલી શિખર ધવન, ડેવિડ વોર્નર અને સુરેશ રૈના સાથે તેની કારકિર્દીમાં નવ વખત 400+ સિઝન રન પૂરા કરનાર ચાર ખેલાડીઓમાંનો એક હતો. હવે તેણે વોર્નર, ધવન અને રૈનાને એક જ ઝાટકે પાછળ છોડી દીધા. જો કે, ધવન અને વોર્નર પાસે પણ કોહલીના આ રેકોર્ડની બરાબરી કરવાની શાનદાર તક છે. આ સિઝન પહેલા કોહલીએ 2011, 2013, 2015, 2016, 2018, 2019, 2020, 2021 અને 2023માં 400 રનનો આંકડો પાર કર્યો છે. RCBના આ દિગ્ગજ ખેલાડીએ 2016 IPLમાં 963 રન બનાવ્યા હતા, જે કોઈપણ સિઝનમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ છે.

બ્રિટનની રાણીના ઘરે લંડનની લક્ઝુરિયસ હોટલમાં થશે અનંત-રાધિકાના લગ્ન, આમંત્રણ કાર્ડ તૈયાર, નીતાનું ખાસ પ્લાનિંગ

ત્યારે જ ખબર પડી કે હું…’ હનીમૂન પર ઐશ્વર્યા સાથે બની હતી એકદમ અનોખી ઘટના, પૂર્વ મિસ વર્લ્ડ હેરાન થઈ ગઈ

દેશમાં ચારેકોર આટલી ગરમી કેમ પડી રહી છે? હજુ કેટલા દિવસ આકાશમાંથી આગ વરસશે, ક્યારે મળશે રાહત?

IPL સિઝનમાં સૌથી વધુ વખત 400+ રન બનાવનારા ખેલાડીઓ

વિરાટ કોહલી – 10 વખત (2011, 2013, 2015, 2016, 2018, 2019, 2020, 2021, 2023 અને 2024)
સુરેશ રૈના – 9 વખત (2008, 2009, 2010, 2011, 2012, 2013, 2014, 2017, 2018)
શિખર ધવન – 9 વખત (2011, 2012, 2016, 2017, 2018, 2019, 2020, 2021, 2022)
ડેવિડ વોર્નર – 9 વખત (2013, 2014, 2015, 2016, 2017, 2018, 2019, 2020, 2022, 2023)
રોહિત શર્મા – 7 વખત (2008, 2010, 2012, 2013, 2015, 2016, 2019)


Share this Article
Posted by Lok Patrika
Follow:
Lok Patrika is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Lok Patrika, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Lok Patrika Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly