2025થી IPL બંધ થઈ જશે! કરોડો ફેન્સ ચિંતામાં, BCCIએ બનાવ્યો ખાસ પ્લાન, હવે શરૂ થશે આ નવી લીગ

Lok Patrika
By Lok Patrika
Share this Article

IPL: ભારતમાં ક્રિકેટને બહુ મોટો દરજ્જો આપવામાં આવે છે. ક્રિકેટના ચાહકો પણ ગલીએ ગલીએ જોવા મળે છે. આઈપીએલે ભારતમાં ક્રિકેટની મજા બમણી કરી દીધી છે. IPL વિશ્વની સૌથી મોંઘી ક્રિકેટ લીગ છે. દુનિયાભરના લોકો તેને જોવાનું પસંદ કરે છે. આ વર્ષે IPL 22 માર્ચથી શરૂ થવા જઈ રહી છે. ક્રિકેટ ચાહકો આખું વર્ષ IPLની રાહ જોતા હોય છે. પરંતુ હવે ચાહકોને IPL માટે એક વર્ષ સુધી રાહ જોવી પડશે નહીં. બીસીસીઆઈ હવે વર્ષમાં બે વખત આઈપીએલનું આયોજન કરવા પર વિચાર કરી રહી છે.

IPL વર્ષમાં બે વાર યોજાશે

IPLને લઈને ભારતીય ક્રિકેટ ચાહકો માટે ખૂબ જ સારા સમાચાર છે. IPL ગવર્નિંગ કાઉન્સિલના અધ્યક્ષ અરુણ કુમાર ધૂમલે મોટો સંકેત આપ્યો છે. તેણે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે હવે તે એક વર્ષમાં 2 આઈપીએલ યોજવા માટે વિન્ડો શોધવા માટે બોર્ડ સાથે કામ કરી રહ્યા છે. આ માટે તેણે પ્રયાસ પણ શરૂ કરી દીધા છે. તેનું માનવું છે કે તે વર્ષમાં બે આઈપીએલનું આયોજન કરવાનો પડકાર સ્વીકારે છે અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટના વ્યસ્ત શેડ્યૂલ વચ્ચે તેના માટે એક કેલેન્ડર શોધી કાઢશે.

સોનાના ભાવમાં તોતિંગ વધારો તો ચાંદીના ભાવમાં મોટો ઘટાડો, જુઓ આજે એક તોલું લેવું હોય તો કેટલા ખર્ચવા પડશે!!

કોંગ્રેસ અને ગઠબંધન શોભાના ગાંઠિયા સમાન રહી ગયા, બધા જ સર્વેમાં ભાજપે જીતનો પરચમ લહેરાવ્યો!

અમદાવાદમાં મહાત્મા ગાંધીના સાબરમતી આશ્રમની પુરી રીતે કાયાપલટ થઈ જશે, જાણો કેટલું મોટું પરિવર્તન આવશે ?

બીસીસીઆઈ માટે આ કામ આસાન નહીં હોય

બીસીસીઆઈ માટે એક વર્ષમાં બે આઈપીએલનું આયોજન કરવું આસાન નહીં હોય. આંતરરાષ્ટ્રીય ક્રિકેટના વ્યસ્ત કાર્યક્રમ વચ્ચે બે આઈપીએલનું આયોજન કરવું સરળ નહીં હોય. બીસીસીઆઈ માટે વર્ષમાં 2 આઈપીએલનું આયોજન ત્યારે જ શક્ય બની શકે છે જો વર્ષમાં કોઈ આઈસીસી ઈવેન્ટ ન હોય અથવા દ્વિપક્ષીય શ્રેણીનું શેડ્યૂલ ઓછું હોય. આ માટે BCCIએ વર્ષમાં એક T20 ફોર્મેટ અને બીજા T10 ફોર્મેટનું આયોજન કરવું પડશે. જોકે, આ માટે બોર્ડે બીજી ઘણી બાબતોને ધ્યાનમાં રાખવી પડશે.


Share this Article
TAGGED:
Posted by Lok Patrika
Follow:
Lok Patrika is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Lok Patrika, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Lok Patrika Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly