Cricket News: એશિયા કપ 2023ની ત્રીજી મેચમાં ભારત અને પાકિસ્તાનની ટીમો આમને-સામને છે. આ મેચ કેન્ડીના પલ્લેકેલે ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચમાં ટીમ ઈન્ડિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ ટીમની શરૂઆત ઘણી ખરાબ રહી હતી. ટીમે 66 રનમાં 4 વિકેટ ગુમાવી દીધી હતી, પરંતુ યુવા બેટ્સમેન ઈશાન કિશનના બેટથી શાનદાર ઈનિંગ જોવા મળી હતી.
Ishan Kishan departs, but only after a solid knock of 82 off 81 deliveries.
Live – https://t.co/L8YyqJF0OO… #INDvPAK pic.twitter.com/9goYe8sDO9
— BCCI (@BCCI) September 2, 2023
ઈશાન કિશનની વનડેમાં આ સતત ચોથી અડધી સદી હતી. આ પહેલા તેણે વેસ્ટ ઈન્ડિઝ સામે રમાયેલી ત્રણ મેચની વનડે શ્રેણીમાં સતત ત્રણ અડધી સદી ફટકારી હતી.ઈશાન કિશન એમએસ ધોની પછી વનડેમાં સતત 4 અડધી સદી ફટકારનાર બીજો ભારતીય વિકેટકીપર બની ગયો છે. એમએસ ધોનીએ વર્ષ 2011માં ઈંગ્લેન્ડ સામે સતત ચાર અડધી સદી ફટકારી હતી. જણાવી દઈએ કે આ પ્રથમ વખત છે જ્યારે ઈશાન કિશનને વનડેમાં પાંચમા નંબર પર બેટિંગ કરવાની તક મળી.
અગાઉ તે નંબર વન, બે અને ત્રણ તેમજ ચાર નંબર પર બેટિંગ કરી ચૂક્યો છે. તેને કેએલ રાહુલની જગ્યાએ પ્લેઇંગ 11માં સામેલ કરવામાં આવ્યો હતો જેનો તેણે ભરપૂર ફાયદો ઉઠાવ્યો હતો.આ મેચની શરૂઆતમાં ટીમ ઈન્ડિયા ઘણી મુશ્કેલીમાં દેખાઈ રહી હતી, પરંતુ ઈશાન કિશને ટીમને વાપસી આપી. તે 81 બોલમાં 82 રન બનાવીને આઉટ થયો હતો. ઇશાન કિશને આ ઇનિંગમાં 9 ફોર અને 2 સિક્સર ફટકારી હતી.