Cricket News: ઓસ્ટ્રેલિયાનો ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્ક IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બની ગયો છે. કોલકાતા નાઈટ રાઈડર્સે મિચેલ સ્ટાર્કને 24 કરોડ 75 લાખ રૂપિયામાં પોતાના કેમ્પમાં સામેલ કર્યો હતો. આઈપીએલ 2024ની હરાજીમાં જ્યારે મિશેલનું નામ સામે આવ્યું ત્યારે દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સે બિડિંગની શરૂઆત કરી હતી.
That's a GRAND return to the IPL for Mitchell Starc 😎
DO NOT MISS the record-breaking bid of the left-arm pacer who will feature for @KKRiders 💜💪#IPLAuction | #IPL pic.twitter.com/D1A2wr2Ql3
— IndianPremierLeague (@IPL) December 19, 2023
KKR એ મિશેલ પર 10.25 કરોડ રૂપિયાની પહેલી બોલી લગાવી હતી. KKRની એન્ટ્રી જોઈને મુંબઈ ઈન્ડિયન્સે પણ પોતાને અલગ રાખ્યા હતા. ત્યારબાદ ગુજરાત ટાઇટન્સ પ્રવેશી અને KKR સાથે ભીષણ જંગ જોવા મળ્યો. આ યુદ્ધ સતત વધતું રહ્યું અને અંતે KKR જીતી ગયો અને મિશેલને 24 કરોડ 75 લાખ રૂપિયામાં ખરીદ્યો.
દિલીપ જોશીના પુત્રના લગ્નની ક્ષણો, તારક મહેતા સ્ટાર કાસ્ટથી લઈને ફાલ્ગુની પાઠક સંગીતમાં જોડાયા
મિશેલ સ્ટાર્કને ડેથ સ્પેશિયાલિસ્ટ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં તે છેલ્લી ઓવરમાં પોતાના બોલથી ટીમ માટે મેચ વિનર સાબિત થઈ શકે છે. તેની ટીમને 2024 IPLમાં મિચેલ સ્ટાર્ક પાસેથી ઘણી અપેક્ષાઓ હશે. મિચેલ સ્ટાર્કે પણ 2023 ODI વર્લ્ડ કપમાં પોતાના પ્રદર્શનથી ચાહકોનું દિલ જીતી લીધું હતું.