Cricket News: લખનઉ સુપર જાયન્ટ્સનો ઓલરાઉન્ડર કૃણાલ પંડ્યા ફરી પિતા બન્યો છે. કૃણાલે તેના નવજાત પુત્રનો ફોટો ઈન્સ્ટાગ્રામ પર શેર કરતા આ માહિતી આપી છે. પત્ની પંખુરી શર્મા અને બંને બાળકો સાથે ફોટો પોસ્ટ કરતી વખતે તેણે લખ્યું છે – વાયુ કૃણાલ પંડ્યા. આ સાથે તેણે બાળકની જન્મતારીખ પણ જણાવી છે. આ મુજબ, કૃણાલના બીજા પુત્રનો જન્મ 21 એપ્રિલે થયો હતો. સોશિયલ મીડિયા પર ઓલરાઉન્ડર માટે અભિનંદનનું ઘોડાપૂર આવ્યું છે.
Vayu Krunal Pandya
21.04.24 💙🪬 🌍 pic.twitter.com/TTLb0AjOVm
— Krunal Pandya (@krunalpandya24) April 26, 2024
કવીર મોટો પુત્ર છે
તમને જણાવી દઈએ કે કૃણાલ પંડ્યાને પહેલેથી જ એક પુત્ર છે. તેમના મોટા પુત્રનું નામ કવીર છે. કૃણાલના મોટા પુત્રનો જન્મ વર્ષ 2022માં 24મી જુલાઈના રોજ થયો હતો. ત્યારે પણ તેણે તેની પત્ની સાથેની તસવીર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ વાતની જાહેરાત કરી હતી. નોંધનીય છે કે કૃણાલ પંડ્યાએ ડિસેમ્બર 2017માં પંખુરી શર્મા સાથે લગ્ન કર્યા હતા. આ પહેલા બંને ઘણા વર્ષો સુધી ડેટ કરી રહ્યા હતા. આ પહેલા પંખુરી IPLની અલગ-અલગ મેચ દરમિયાન સ્ટેડિયમમાં જોવા મળી હતી. આ દરમિયાન તે કૃણાલ માટે ચીયર કરતી જોવા મળી હતી.
પત્નીની સંપત્તિ પર પતિનો કોઈ જ અધિકાર નથી… ‘સ્ત્રીધન’ પર સુપ્રીમ કોર્ટની 5 વાતો તમારે જાણવી જોઈએ
WhatsApp એ કહ્યું ‘ તો અમે ભારત છોડીને ચાલ્યા જઈશું’, સરકારી નિયમોમાં કહેવામાં આવ્યું છે આવું-આવું!
બધા સવાલોનું સુરસુરિયું: EVM દ્વારા જ થશે મતદાન, સુપ્રીમ કોર્ટે બધી અરજીઓ ફગાવી દીધી
આ આઈપીએલ સીઝન રહી છે
કૃણાલ પંડ્યાનું તેના ભત્રીજા અગસ્ત્ય સાથે પણ સારું બોન્ડિંગ છે. તે ઘણીવાર તેની સાથે રમતા જોવા મળે છે. અગસ્ત્ય કૃણાલના નાના ભાઈ હાર્દિકનો પુત્ર છે. જો આ આઈપીએલની વાત કરીએ તો કૃણાલનું અત્યાર સુધીનું પ્રદર્શન કંઈ ખાસ રહ્યું નથી. તેણે આઠ મેચમાં 58 રન બનાવ્યા છે જેમાં સૌથી વધુ સ્કોર 43 છે. આ સાથે જ તે બોલિંગમાં માત્ર 5 વિકેટ લઈ શક્યો હતો. આમાં પણ તેનો સર્વશ્રેષ્ઠ 11 રનમાં ત્રણ વિકેટ છે.