Lanka Premier League 2023: લંકા પ્રીમિયર (Lanka Premier) લીગની પ્રથમ મેચ 12 ઓગસ્ટના રોજ જાફના કિંગ્સ (Kings of Jaffa) અને બી-લવ કેન્ડી (B-Love Candy) વચ્ચે રમાઇ હતી. આ રોમાંચક મેચમાં બી-લવ કેન્ડીએ જાફના કિંગ્સને આઠ રને પરાજય આપ્યો હતો. 178 રનનો પીછો કરવા ઉતરેલી બી-લવ કેન્ડીની ટીમ 20 ઓવરમાં 6 વિકેટે 170 રન જ બનાવી શકી હતી અને 8 રનથી મેચ હારી ગઇ હતી. મેચ દરમિયાન મેદાન પર એક અજીબ ઘટના પણ જોવા મળી હતી.
લાઈવ મેચમાં સાપ :
કોલંબોમાં આ મેચ દરમિયાન એક ખતરનાક સાપની એન્ટ્રી જોવા મળી હતી. બાઉન્ડ્રી લાઇનની બહાર સાઇટ સ્ક્રીન પાસે એક મોટો સાપ જોઈને દરેકને આશ્ચર્ય થયું. સાપને જોઇને સીમા પાર ઉભેલા કેમેરામેન પણ ભાગી ગયા હતા. આ દરમિયાન બેટિંગ કરી રહેલ શોએબ મલિક પણ આ ઘટનાને જોઈને આશ્ચર્યમાં પડી ગયો હતો. મલિકે પોતાની ટીમ માટે અણનમ 55 રન બનાવ્યા હતા, પરંતુ તે ટીમને જીત અપાવી શક્યા નહોતા.
વાયરલ થઈ રહ્યો છે વીડિયોઃ
તેનો વીડિયો સોશિયલ મીડિયા પર સતત વાયરલ થઈ રહ્યો છે. ફેન્સ આવી ઘટનાઓને ખેલાડીઓ માટે ખતરનાક ગણાવી રહ્યા છે. ફેન્સ સતત આના પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. આ પહેલા લીગની બીજી મેચમાં પણ ગાલે ગ્લેડિએટર્સ અને દામ્બુલા જાયન્ટ્સ વચ્ચેની મેચ દરમિયાન સાપ જોવા મળ્યો હતો. મેચ દરમિયાન મેદાન પર એક સાપ બહાર આવવાને કારણે મેચને થોડા સમય માટે રોકવી પડી હતી.
It’s snaking around in Colombo today…#LPLT20 pic.twitter.com/JzrWLaQYcy
— Hemant (@hemantbuch) August 12, 2023
જાફના કિંગ્સની પ્લેઈંગ ઈલેવન :
ક્રિસ લીન, રહમાનુલ્લાહ ગુરબાઝ, ચારિત અસ્લંકા, ડેવિડ મિલર, શોએબ મલિક, નિશાન મદુસ્કા (વિ.કી.), થિસારા પરેરા (કેપ્ટન), ડુનીથ વેલાલેઝ, મહેશ થિકશાના, દિલશાન મદુશાંકા, નુવાન થુસારા
ફરીથી આકાશમાંથી તોફાન વરસશે, 15 ઓગસ્ટ સુધી ગુજરાત સહિત દેશના ઘણા રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
બી-લવ કેન્ડીની પ્લેઇંગ ઇલેવન :
ફખર ઝમાન, દિનેશ ચાંદીમલ (વિકેટકીપર), મોહમ્મદ હારિસ, એન્જેલો મેથ્યુસ, આસિફ અલી, સહન અરાચિંગે, વાનિન્દુ હસારંગા (કેપ્ટન), ઇસુરુ ઉદાના, દુષ્મંથા ચમીરા, મુજીબ યોર રહેમાન, નુવાન પ્રદીપ.