દિલ્હી કેપિટલ્સે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે સાત રનથી જીત મેળવી હતી. છેલ્લી પાંચ ઓવરમાં સનરાઇઝર્સ હૈદરાબાદને જીતવા માટે 56 રનની જરૂર હતી અને તેની પાંચ વિકેટ બાકી હતી. પરંતુ દિલ્હી કેપિટલ્સના બોલરોએ શાનદાર બોલિંગ કરીને ઘરના ચાહકોને નિરાશ કર્યા હતા. દિલ્હી કેપિટલ્સને સાત મેચમાં બીજી જીત મળી છે.
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની રોમાંચક મેચમાં દિલ્હી કેપિટલ્સે સનરાઈઝર્સ હૈદરાબાદ સામે સાત રનથી જીત મેળવી હતી. હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં 24 એપ્રિલ (સોમવાર)ના રોજ રમાયેલી મેચમાં, SRHને જીતવા માટે 145 રનનો લક્ષ્યાંક હતો, પરંતુ તે છ વિકેટે 137 રન જ બનાવી શકી હતી. સાત મેચમાં દિલ્હી કેપિટલ્સનો આ બીજો વિજય હતો અને તે હજુ પણ પોઈન્ટ ટેબલમાં છેલ્લા સ્થાને છે.
આ લો સ્કોરિંગ મેચ ખૂબ જ કાંટાની હતી. છેલ્લી પાંચ ઓવરમાં સનરાઇઝર્સ હૈદરાબાદને જીતવા માટે 56 રનની જરૂર હતી અને તેની પાંચ વિકેટ બાકી હતી. આવી સ્થિતિમાં દિલ્હી કેપિટલ્સ માટે જીત થોડી મુશ્કેલ લાગી રહી હતી, પરંતુ તેના બોલરોએ સારી બોલિંગ કરીને ટીમને જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
If @davidwarner31's reaction can sum it up… 😀 👌@DelhiCapitals register their 2⃣nd win on the bounce as they beat Sunrisers Hyderabad by 7 runs. 👏 👏
Scorecard ▶️ https://t.co/ia1GLIX1Py #TATAIPL | #SRHvDC pic.twitter.com/OgRDw2XXWM
— IndianPremierLeague (@IPL) April 24, 2023
એપલ-ગૂગલનો પણ બાપ છે આ કંપની, સરેરાશ પગાર 1.4 કરોડ, પટાવાળા પણ લાખોમાં ટેક્સ ભરે છે!
ગુજરાતમાં ધોમ-ધખતા તાપથી મળશે છૂટકારો, 2 દિવસ માવઠું ખાબકશે, પછી પારો આગ ઝરતી ગરમી ફૂંકશે
ચાઈનામેન બોલર કુલદીપ યાદવે સનરાઈઝર્સ ઈનિંગ્સની 16મી ઓવર ફેંકી હતી, જેમાં વોશિંગ્ટન સુંદર અને હેનરિક ક્લાસેન માત્ર 5 રન બનાવી શક્યા હતા. હવે SRHને જીતવા માટે ચાર ઓવરમાં 51 રનની જરૂર હતી. ત્યારબાદ 17મી (એનરિક નોર્કિયા) ઓવરમાં 13 રન બનાવ્યા, જેના કારણે સનરાઇઝર્સ માટે જીતનું સમીકરણ – 18 બોલમાં 38 રન. મુકેશ કુમારે ઇનિંગની 18મી ઓવર નાખી, જેમાં ત્રણ ચોગ્ગા સહિત કુલ 15 રન આવ્યા.