લિજેન્ડસ લીગ ક્રિકેટમાં ગૌતમ ગંભીર સાથે થયેલ વિવાદમાં હવે શ્રીસંતની મુશ્કેલીઓ વધતી જોવા મળી રહી છે. એલએલસીના કમિશનરે શ્રીસંતને કાનૂની નોટિસ ફટકારી છે. વાસ્તવમાં, બુધવારે ઇન્ડિયા કેપિટલ્સ અને ગુજરાત જાયન્ટ્સ વચ્ચેના એલિમિનેટર દરમિયાન, ગૌતમ ગંભીર અને શ્રીસંત વચ્ચે દલીલ થઈ હતી. ફાસ્ટ બોલરે કહ્યું કે ગંભીરે તેને મિડ ફિલ્ડ ફિક્સર કહ્યો હતો. નોટિસમાં કહેવામાં આવ્યું છે કે શ્રીસંત T20 ટૂર્નામેન્ટમાં કોન્ટ્રાક્ટનું ઉલ્લંઘન કરવા બદલ દોષી સાબિત થયો છે. નોંધનીય છે કે શ્રીસંતે બુધવારે એક વિડીયો શેર કરતાં ગૌતમ ગંભીર પર આરોપ લગાવ્યો હતો કે તેને કોઈ કારણ વિના શ્રીસંતને અપશબ્દો કહ્યા હતા. એ બાદ ઇન્સ્ટાગ્રામ લાઈવમાં શ્રીસંતે કહ્યું હતું કે ગંભીરે તેને ઘણી વખત ‘ફિક્સર’ પણ બોલાવ્યો હતો અને એ કારણે વિવાદ વધી ગયો હતો.
મેેચ મેદાનથી થઈને કોર્ટ સુધી પહોંચી
હવે આ લડાઈ રમતના મેદાનથી થઈને કોર્ટ સુધી પહોંચી ગઈ છે. શ્રીસંતે 6 ડિસેમ્બરે ઈન્ડિયા કેપિટલ્સ અને ગુજરાત જાયન્ટ્સ વચ્ચેની મેચ દરમિયાન ગૌતમ ગંભીર પર તેને ‘ફિક્સર’ કહેવાનો આરોપ લગાવ્યો હતો. રિપોર્ટ અનુસાર લીગ કમિશનરે આ T20 ટૂર્નામેન્ટ દરમિયાન તેના કરારનું ઉલ્લંઘન કરવા બદલ શ્રીસંતને કાનૂની નોટિસ જારી કરવામાં કોઈ સમય બગાડ્યો નથી. નોટિસમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે શ્રીસંત સાથે કોઈપણ વાતચીત ત્યારે જ શરૂ થશે જ્યારે તે સોશિયલ મીડિયામાંથી ગૌતમ ગંભીરની ટીકા કરતો વીડિયો હટાવી દેશે.
લાઈવ મેચમાં ગંભીરે આવી હરકતો કરવી જોઈએ નહીં
ગૌતમ ગંભીર હાલમાં લિજેન્ડસ લીગ ક્રિકેટમાં ઈન્ડિયા કેપિટલ્સ ટીમની કેપ્ટનશીપ કરી રહ્યા છે. વિસ્ફોટક બેટિંગ કરીને ટીમ માટે સારા એવા રન પણ બનાવી રહ્યા છે. ગઇકાલે ગુજરાત જાયન્ટ્સ અને ઈન્ડિયા કેપિટલ્સ વચ્ચે એલિમિનેટર મેચ રમાઈ હતી. સુરતમાં રમાયેલ આ મેચમાં ગંભીર અને ગુજરાત જાયન્ટ્સના ખેલાડી શાંતાકુમારન શ્રીસંત વચ્ચે બબાલ જોવા મળી. શ્રીસંત બોલિંગ કરી રહ્યા હતા અને તેમની ઓવરમાં ગંભીર ચોગ્ગા-છગ્ગા ફટકાર્યા. આ જોઈને શ્રીસંતને ગુસ્સો આવ્યો અને ગંભીરને આંખો બતાવી જે બાદ ગંભીરે પણ જડબાતોડ જવાબ આપ્યો. જોકે મેચ બાદ શ્રીસંતે એક વીડિયો પણ જાહેર કર્યો અને કહ્યું છે કે લાઈવ મેચમાં ગંભીરે આવી હરકતો કરવી જોઈએ નહીં.
શ્રીસંતે અગાઉ એક વીડિયો જાહેર કર્યો હતો
View this post on Instagram
જો કે ગંભીર અને શ્રીસંત વચ્ચે થયેલ આ વિવાદમાં અમ્પાયરોએ પણ એમની રિપોર્ટ મોકલી છે અને તેમાં શ્રીસંત દ્વારા ‘ફિક્સર’ કહેવાના આરોપો વિશે કશું કહેવામાં આવ્યું નથી. આ દરમિયાન વિવાદના જવાબમાં ગંભીરે સોશિયલ મીડિયા પર આડકતરી રીતે કટાક્ષ કરતાં લખ્યું, “જ્યારે દુનિયાનું ધ્યાન તમારા પર કેન્દ્રિત હોય ત્યારે બસ સ્માઇલ કરો.” શ્રીસંતે અગાઉ એક વીડિયો જાહેર કર્યો હતો જેમાં મેચ દરમિયાન ગંભીરની કથિત ખરાબ ટિપ્પણીઓ પર નારાજગી વ્યક્ત કરી હતી..
વીડિયો શેર કરી સાધ્યું નિશાન
સામાન્ય લોકોને મોંઘવારીમાંથી રાહત… સરકારે લીધાં આ 3 મોટા નિર્ણય, હવે.. બજારમાં વધતી કિંમતો પર અંકુશ
6 રજા તો મળતી જ હતી, હવે બેંક વાળાને મળશે દર મહિને 8 રજા, સરકારે કર્મચારીને કુદકા મારતા કરી દીધા!!
શ્રીસંતે ઈન્સ્ટાગ્રામ હેન્ડલથી વીડિયો શેર કર્યો અને કહ્યું કે મારા દિલમાં વીરૂ જેવા સિનિયર ખેલાડીઑ માટે ખૂબ સન્માન છે. મારી ભૂલ નહોતી પણ મિસ્ટર ફાઇટર એટલે કે ગૌતમ ગંભીરે લાઈવ મેચમાં જે ભાષાનો ઉપયોગ કર્યો એ અસહનીય હતી. આ મેચમાં ઈન્ડિયા કેપિટલ્સે ગુજરાત જાયન્ટ્સને 12 રને મહાત આપી હતી. ગંભીરે 30 બોલમાં 51 રન બનાવ્યા. ઈન્ડિયા કેપિટલ્સે કુલ 223 રન બનાવ્યા હતા જ્યારે ગુજરાતની ટીમમાંથી ક્રિસ ગેલે 84 રન બનાવ્યા હતા. જોકે તેમ છતાં ગુજરાત જીતી શક્યું નહીં.