આઇપીએલ ૨૦૨૨માં સતત ખરાબ પ્રદર્શન બાદ સીએસકેના નવા કેપ્ટન રવિન્દ્ર જાડેજાએ સીઝનના અધવચ્ચે કેપ્ટનશિપ છોડવાની જાહેરાત કરી છે. તેમણે ૮ મેચમાંથી ૬ મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. સતત હાર બાદ રવિન્દ્ર જાડેજા ફરીથી મહેન્દ્ર સિંહ ધોનીને કેપ્ટનશિપ સોંપવાનો ર્નિણય કર્યો છે.
ચેન્નઇ સુપર કિંગ્સે શનિવારે આ જાહેરાત કરી છે. રવિન્દ્ર જાડેજા પોતાની રમત પર ધ્યાન આપવા માંગે છે. સીએસકેની પ્રેસ રિલીઝ અનુસાર રવિન્દ્ર જાડેજા પોતાની રમત પર ધ્યાન કેન્દ્રીત કરવા માટે કેપ્ટનશિપ છોડવાનો ર્નિણય કર્યો છે અને એમએસ ધોનીએ સીએસકેના નેતૃત્વ કરવાનું અનુરોધ કર્યો છે. એમએસ ધોનીએ હિતમાં સીએસકેનું નેતૃત્વ કરવું અને જાડેજાને પોતાની રમત પર ધ્યાન કેન્દ્રીત કરવા માટે અનુમતિ આપવાનું સ્વિકાર્યું છે.