કેપ્ટન હાર્દિક પંડ્યાને સાવ આવો નહીં ધાર્યો હોય, જીગરજાન દોસ્તને દગો આપી દીધો, ટીમ ઇન્ડિયાના સપના બતાવી મોકો જ ના આપ્યો

Desk Editor
By Desk Editor
Indian Cricket Team: Captain Hardik Pandya betrayed his friend!!
Share this Article

Team India Cricketer: ભારતના ટી-20 કેપ્ટન હાર્દિક પંડ્યાએ (Hardik Panday) તેના નજીકના મિત્રને નિરાશ કર્યો છે. હાર્દિક પંડયાએ ટીમ ઈન્ડિયાનું (Team India) સ્વપ્ન દેખાડીને તેના બેસ્ટ ફ્રેન્ડને તક આપી નથી. આ ખેલાડીની પસંદગી વેસ્ટ ઈન્ડિઝ સામેની પાંચ મેચોની ટી20 સીરીઝમાં થવાની હતી, પરંતુ અચાનક જ ખુલાસો થયો કે આ ટી20 સીરીઝ માટે આ બેટ્સમેનની અવગણના કરવામાં આવી છે.

 

કેપ્ટન હાર્દિક પંડ્યાએ પોતાના જ ખાસ મિત્ર સાથે છેતરપિંડી કરી

ખરેખર, આ બેટ્સમેનની શોધ આઈપીએલ દ્વારા કરવામાં આવી છે. ટી-20 ફોર્મેટમાં આ બેટ્સમેન ભારત તરફથી ડેબ્યૂ કરવાનો પ્રબળ દાવેદાર હતો. કેપ્ટન હાર્દિક પંડ્યાએ આઇપીએલ 2023 દરમિયાન કહ્યું હતું કે તમિલનાડુનો ડાબોડી વિસ્ફોટક બેટ્સમેન સાઇ સુદર્શન (Sai Sudarshan) ટૂંક સમયમાં જ ભારત માટે ટી20 ઇન્ટરનેશનલમાં ડેબ્યૂ કરી શકે છે, પરંતુ આ બેટ્સમેનને વેસ્ટ ઇન્ડીઝ સામેની ટી20 સિરીઝ માટે તક આપવામાં આવી ન હતી.

ટીમ ઈન્ડિયાએ સપના બતાવીને ન આપી તક

હાર્દિક પંડ્યા વેસ્ટ ઇન્ડીઝ સામેની આ 5 મેચની ટી -20 આંતરરાષ્ટ્રીય શ્રેણીમાં ભારતનો કેપ્ટન છે, જેણે સાઇ સુદર્શનને તેની કેપ્ટનશીપમાં તક આપી ન હતી. હાર્દિક પંડ્યાએ પોતે આઈપીએલ ૨૦૨૩ ની સીઝન દરમિયાન સંકેત આપ્યો હતો કે સાંઈ સુદર્શન ટૂંક સમયમાં ભારત માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કરી શકે છે. સાંઈ સુદર્શને આઈપીએલ ૨૦૨૩ ની સિઝનનું ટ્રેલર જ બતાવ્યું હતું કે તે કેવા પ્રકારનો વિસ્ફોટક અને તોફાની બેટ્સમેન છે. 21 વર્ષીય સાઈ સુદર્શને ગુજરાત ટાઇટન્સ માટે આઇપીએલ 2023ની ફાઈનલમાં ચેન્નાઈ સુપર કિંગ્સ સામે 47 બોલમાં 96 રનની યાદગાર ઈનિંગ રમી હતી.

 

 

ટીમ ઈન્ડિયામાં પસંદગીનો દાવો

સાઈ સુદર્શને પોતાની વિસ્ફોટક ઈનિંગ દરમિયાન 8 ચોગ્ગા અને 6 છગ્ગા ફટકાર્યા હતા. સાઈ સુદર્શનની ઈનિંગના આધારે ગુજરાત ટાઈટન્સે ચેન્નઈ સુપર કિંગ્સની સામે 215 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જો કે ચેન્નાઇ સુપર કિંગ્સે વરસાદના વિઘ્નવાળી આ મેચમાં 5 વિકેટથી જીત મેળવી હતી અને પાંચમી વખત આઇપીએલ ટ્રોફી પર કબજો જમાવ્યો હતો. સાઈ સુદર્શને આઈપીએલ 2023 ની 8 મેચોમાં 362 રન બનાવ્યા અને ટીમ ઈન્ડિયામાં પસંદગીનો દાવો કર્યો.

ભારતની ટી-20 ટીમ નીચે મુજબ છે:

ઇશાન કિશન (વિકેટકીન), શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ, તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ (વાઈસ-કેપ્ટન), સંજુ સેમસન (વિકેટમેન), હાર્દિક પંડ્યા (કેપ્ટન), અક્ષર પટેલ, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ, ઉમરાન મલિક, અવેશ ખાન અને મુકેશ કુમાર.

 

એકસાથે 429 બેન્ક કર્મચારીઓને દગો આપવાના કેસમાં કંઈ રીતે ફસાઈ ગઈ સાંસદ અને અભિનેત્રી નુસરત જહાં? જાણો અહીં વિગતે

એક સોશિયલ મીડિયા પોસ્ટ અને બધો ખુલાસો થઈ ગયો, નુંહ હિંસાનો જિમ્મેદાર કોણ છે એ વિશે ખબર પડી ગઈ

આંતકીઓ પણ રાહ જોઇને જ બેઠા, મુંબઇમાં 26/11 કરતા પણ મોટો હુમલો કરવાની ફિરાકમાં, માહિતી મળતાં જ ભાંડો ફૂટી ગયો

 

ભારત વિરુદ્ધ વેસ્ટ ઇન્ડીઝ ટી -20 આઇ શ્રેણી

પ્રથમ ટી-20 : ત્રિનિદાદમાં ભારતીય સમયાનુસાર 3 ઓગસ્ટ, 8:00 pm IST

બીજી ટી-20 ભારતીય સમયાનુસાર સાંજે 6,000 વાગ્યે ગુયાનામાં રમાશે

ત્રીજી ટી-20 ગુયાનામાં રમાશે August 8, 2018 .

ચોથી ટી-20 : ઑગસ્ટ 12, 8:00 am IST ફ્લોરિડામાં

પાંચમી ટી-20 : 13 ઓગસ્ટ, 8:00 PM IST ફ્લોરિડામાં

 

 

 


Share this Article