કોહલી-રોહિત નહીં, ક્રિકેટની દુનિયામાં આ નવા બેટ્સમેનનો દબદબો, 146 વર્ષમાં પહેલીવાર બનાવ્યો આ વર્લ્ડ રેકોર્ડ

Desk Editor
By Desk Editor
Share this Article

Cricket World Record:  વિશ્વ ક્રિકેટ પર અચાનક નવો બેટ્સમેન આવ્યો છે, જેણે ભારતના મહાન ખેલાડીઓ, વિરાટ કોહલી અને રોહિત શર્માને પણ પાછળ છોડી દીધા છે. રોહિત શર્મા અને વિરાટ કોહલીએ આખી દુનિયામાં રન બનાવ્યા છે, પરંતુ હવે એક પાકિસ્તાની બેટ્સમેન ક્રિકેટની દુનિયામાં રાજ કરી રહ્યો છે. પાકિસ્તાનના ઘાતક બેટ્સમેન સઉદ શકીલે એક એવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે, જે ટેસ્ટ ક્રિકેટના 146 વર્ષના ઈતિહાસમાં દુનિયાનો કોઈ ક્રિકેટર બનાવી શક્યો નથી.

 

 

આ વર્લ્ડ રેકોર્ડ 146 વર્ષમાં પહેલીવાર બન્યો હતો.

પાકિસ્તાનના ઘાતક બેટ્સમેન સઉદ શકીલે પોતાની તમામ પ્રથમ 7 ટેસ્ટ મેચમાં 50થી વધુનો સ્કોર બનાવ્યો છે. સઉદ શકીલ આ વર્લ્ડ રેકોર્ડ બનાવનાર વિશ્વનો પહેલો બેટ્સમેન છે. ટેસ્ટ ક્રિકેટના 146 વર્ષના ઈતિહાસમાં દુનિયાનો કોઈ પણ ક્રિકેટર આ વર્લ્ડ રેકોર્ડ બનાવી શક્યો નથી. સઉદ શકીલ અત્યાર સુધી માત્ર સાત ટેસ્ટ મેચ રમ્યો છે. સઉદ શકીલ ઈતિહાસનો પહેલો એવો બેટ્સમેન બની ગયો છે જેણે પોતાની તમામ પ્રથમ 7 ટેસ્ટ મેચમાં 50થી વધુનો સ્કોર કર્યો હોય. આ દરમિયાન સઉદ શકીલે એક સદી અને બેવડી સદી પણ ફટકારી છે.

 

 

5 વર્ષ પછી જોવા મળી ‘દયાબેન’ની ઝલક, મેક-અપ વગર ઓળખવી મુશ્કેલ, ફેન્સને કહ્યું- ‘મારો ચહેરો’

40 ફિલ્મો ફ્લોપ હોવા છતાં 19ના દાયકાનો સુપરસ્ટાર હતો આ અભિનેતા,છતાં ઇન્ડસ્ટ્રી છોડવી પડી

વર્ષો પછી એકબીજાની સામે આવ્યા અભિષેક બચ્ચન અને કરિશ્મા કપૂર, ઈવેન્ટની અંદરની તસવીરો થઈ વાયરલ

 

આ વર્લ્ડ રેકોર્ડ 146 વર્ષમાં પહેલીવાર બન્યો હતો.

ભારતના ભૂતપૂર્વ કેપ્ટન સુનિલ ગાવસ્કર, વિન્ડિઝના લેજન્ડ બેસિલ બુચર, પાકિસ્તાનના લેજન્ડરી ક્રિકેટર સઈદ અહમદ અને ન્યુઝીલેન્ડના લેજન્ડરી ક્રિકેટર બર્ટ સટક્લિફ ટેસ્ટ ક્રિકેટમાં સઉદ શકીલે નોંધાવેલા વર્લ્ડ રેકોર્ડને હાંસલ કરી શક્યા નથી. સુનીલ ગાવસ્કર, બેસિલ બુચર, સઈદ અહમદ અને બર્ટ સટક્લિફે પોતાની પ્રથમ 6 ટેસ્ટ મેચોમાં 50થી વધુનો સ્કોર કર્યો હતો. હવે સઉદ શકીલે સતત 7 ટેસ્ટ મેચમાં 50થી વધુનો સ્કોર કરીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. સઉદ શકીલે પાકિસ્તાન તરફથી ડિસેમ્બર 2022માં ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. સઉદ શકીલે પાકિસ્તાન માટે 7 ટેસ્ટ મેચમાં 875 રન બનાવ્યા છે. આ ખેલાડીની બેટિંગ એવરેજ 87.50ની છે. સઉદ શકીલે ટૂંકી કારકિર્દીમાં 2 સદી, 1 બેવડી સદી અને 6 અડધી સદી ફટકારી છે.

 

 

 

 


Share this Article