Cricket News: IPL 2024માં ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ (RR vs GT) વચ્ચે રમાયેલી મેચમાં શુબમન ગિલની આગેવાની હેઠળની ગુજરાત ટાઇટન્સ ટીમે છેલ્લા બોલ સુધી ચાલેલી મેચમાં 3 વિકેટે જીત મેળવી હતી અને ટૂર્નામેન્ટની ત્રીજી જીત હાંસલ કરી હતી. મેચ દરમિયાન ગુજરાતના કેપ્ટન અને ઓપનર શુભમન ગિલ અમ્પાયરના નિર્ણયથી ગુસ્સે થઈ ગયા હતા, જે બાદ તે મેદાન પર હાજર અમ્પાયર સાથે દલીલ કરતા પણ જોવા મળ્યા હતા. ગુજરાત ટાઇટન્સના કેપ્ટન શુભમન ગિલનો અમ્પાયર સાથેની દલીલનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
શુભમન ગિલે અમ્પાયર સાથે દલીલ કરી હતી
ભારતીય ટીમના ઓપનિંગ બેટ્સમેન શુભમન ગિલ ખૂબ જ શાંત સ્વભાવનો દેખાય છે પરંતુ IPL 2024માં રાજસ્થાન રોયલ્સ અને ગુજરાત ટાઇટન્સ (RR vs GT) વચ્ચે રમાયેલી મેચમાં ભારતીય બેટ્સમેન શુભમન ગીલે અમ્પાયર સાથે દલીલ કરી હતી. વાસ્તવમાં રાજસ્થાન રોયલ્સની ઈનિંગની 17મી ઓવર દરમિયાન જ્યારે ગુજરાતનો બોલર મોહિત શર્મા બોલિંગ કરી રહ્યો હતો ત્યારે તેણે વાઈડ માટે ડીઆરએસની માંગણી કરી હતી.
Shubham Gill fuming and angry at umpire decision.
Every day my respect for FAB-5 increasing exponentiallypic.twitter.com/pognLlz4Qy
— Farrago Abdullah Parody (@abdullah_0mar) April 10, 2024
થર્ડ અમ્પાયરે પહેલા બોલ ફેર જાહેર કર્યો અને બાદમાં વાઈડ જાહેર કર્યો. જે બાદ શુભમન ગિલ ગુસ્સામાં જોવા મળ્યો હતો અને મેદાન પર હાજર અમ્પાયર સાથે દલીલ કરતો જોવા મળ્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
જયપુરમાં રમાયેલી ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ (RR vs GT) વચ્ચેની મેચમાં પ્રથમ બેટિંગ કરવા આવેલી રાજસ્થાન રોયલ્સે રેયાન પરાગના 76 રન અને સંજુ સેમસનના 68 રનની અણનમ ઇનિંગની મદદથી 3 વિકેટ ઝડપીને 196 રન બનાવ્યા હતા. ગુજરાત વતી રાશિદ ખાને શાનદાર બોલિંગ કરી અને એક વિકેટ લીધી.
હવે આઈસ્ક્રીમ, કેક અને ચોકલેટના ભાવમાં પણ આવશે તોતિંગ વધારો, જાણો કેટલા પૈસા વધારે ખર્ચવા પડશે
સોનું 1,397 રૂપિયાના ઉછાળા સાથે નવી ટોચે પહોંચ્યું, જ્વેલરી ખરીદનારાને જોઈને જ સંતોષ માનવો પડશે
લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી શુભમન ગીલની આગેવાની હેઠળની ગુજરાત ટાઇટન્સ ટીમે સુકાની ગીલના 72 રન અને સાંઇ સુદર્શનના 35 રન તેમજ છેલ્લી ઓવરોમાં રશીદ ખાનની 11 બોલમાં 24 રનની અણનમ ઇનિંગની મદદથી ટાર્ગેટ હાંસલ કર્યો હતો. તેઓએ 3 વિકેટથી મેચ જીતી અને IPL 2024ના પોઈન્ટ ટેબલમાં 2 મહત્વપૂર્ણ પોઈન્ટ મેળવ્યા.