ભારતીય ટીમના યુવા ઓપનર શુભમન ગીલે એક જ મેચમાં ઘણા રેકોર્ડ બનાવ્યા છે અને ચાહકોની સાથે સાથે દિગ્ગજોને પણ મનાવી લીધા છે. ગીલ ન્યૂઝીલેન્ડ સામે તેની કારકિર્દીની છઠ્ઠી T20 મેચ રમવા અમદાવાદ આવ્યો હતો. આ મેચ પહેલા તેણે T20 ઈન્ટરનેશનલમાં ફિફ્ટી પણ ફટકારી ન હતી. પરંતુ ન્યૂઝીલેન્ડ સામેની અમદાવાદ ટી20 મેચમાં ગિલે એવી તોફાની ઇનિંગ રમી હતી કે કિવી ટીમ ક્યારેય ભૂલી શકશે નહીં.
.@ShubmanGill scored a remarkable 126* off just 63 deliveries and bagged the Player of the Match award as #TeamIndia registered a 168-run victory in the #INDvNZ T20I series decider 👏🏻👏🏻
Scorecard – https://t.co/1uCKYafzzD… #INDvNZ @mastercardindia pic.twitter.com/OhPzHbgxsK
— BCCI (@BCCI) February 1, 2023
શુભમન ગિલે ન્યૂઝીલેન્ડ સામે ધમાકેદાર ઇનિંગ રમી
શુભમન ગિલે ન્યૂઝીલેન્ડ સામે 63 બોલમાં 126 રનની ધમાકેદાર ઇનિંગ રમી હતી. ગિલે 35 બોલમાં ફિફ્ટી લગાવી હતી. આ પછી તેણે આગામી 19 બોલમાં સદી પૂરી કરી. આ ઇનિંગ દરમિયાન શુભમન ગિલે 7 સિક્સ અને 12 ફોર ફટકારી હતી. આ દરમિયાન તેનો સ્ટ્રાઈક રેટ 200 હતો. ગિલે ટેસ્ટમાં 4 અને વનડેમાં 4 સદી ફટકારી છે. હવે તેણે ટી20માં પણ સદી ફટકારી છે.
શુભમન T20 ઈન્ટરનેશનલમાં સૌથી વધુ રન બનાવનાર ભારતીય ખેલાડી
તેણે તાજેતરમાં ન્યૂઝીલેન્ડ સામેની વનડે શ્રેણીમાં બેવડી સદી અને એક સદી ફટકારી હતી. હવે તેણે ટી20માં માત્ર કીવી ટીમ સામે સદી ફટકારી છે. શુભમન ગિલ T20 ઈન્ટરનેશનલમાં સૌથી વધુ 126 રન બનાવનાર ભારતીય ખેલાડી બની ગયો છે. આ મામલે તેણે વિરાટ કોહલી અને રોહિત શર્મા સહિત તમામ દિગ્ગજ ભારતીયોને પાછળ છોડી દીધા છે. T20 ઈન્ટરનેશનલમાં અત્યાર સુધી માત્ર 7 બેટ્સમેન સદી ફટકારી શક્યા છે. ગિલ, કોહલી, રોહિત ઉપરાંત આ ખેલાડીઓમાં સુરેશ રૈના, સૂર્યકુમાર યાદવ, કેએલ રાહુલ અને દીપક હુડા છે.
આ 20 ખેલાડીઓએ ત્રણેય ફોર્મેટમાં સદી ફટકારી
ભારત સહિત વિશ્વમાં કુલ 20 ખેલાડીઓ એવા છે જેમણે ત્રણેય ફોર્મેટમાં સદી ફટકારી છે. આમાં ગિલનો નંબર 20મો છે. આ ભારતીય ખેલાડીઓ છે સુરેશ રૈના, રોહિત શર્મા, કેએલ રાહુલ, વિરાટ કોહલી અને શુભમન ગીલ. ભારત સિવાય આ ખેલાડીઓએ વિશ્વ ક્રિકેટમાં ત્રણેય ફોર્મેટમાં પણ સદી ફટકારી છે.
આ ખેલાડીઓમા ગ્લેન મેક્સવેલ, શેન વોટસન, કેવિન ઓ’બ્રાયન, બ્રેન્ડન મેક્કુલમ, ફાફ ડુ પ્લેસિસ, ક્રિસ ગેલ, અહેમદ શહજાદ, માર્ટિન ગુપ્ટિલ, તિલકરત્ને દિલશાન, મોહમ્મદ રિઝવાન, ડેવિન મલાન, તમીમ ઈકબાલ, જોસ બટલર, ડેવિડ વોર્નર અને મહેલા જયવર્દના નામ સામેલ છે.
ખાલી 5 દિવસમાં જ પલટી મારશે આ 4 રાશિના લોકોની કિસ્મત, તિજોરી આખી નોટોના થોકડાથી ચિક્કાર ભરાઈ જશે
બજરંગબલીના અવતાર આ બાબાના મંત્રોથી તમને 100 ટકા ફાયદો થશે, ધનનું નુકસાન અટકાવવું હોય તો જાણી લો
7 દિવસ બરાબરનો ભરાશે જયસુખ પટેલ, મોરબી ઝૂલતા પુલમાં ગયેલા નિર્દોષ લોકોના જીવ અંગે સટાસટી સવાલ થશે
ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડને 168 રનથી હરાવ્યું
ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડને ત્રણ મેચની T20 શ્રેણીમાં 2-1થી હરાવ્યું છે. શ્રેણીની ત્રીજી અને નિર્ણાયક મેચ અમદાવાદમાં રમાઈ હતી જેમાં ભારતીય ટીમે 168 રનના માર્જીનથી જીત મેળવી હતી. ટી20માં ભારતની આ સૌથી મોટી જીત છે.