ભારતીય ક્રિકેટ ટીમના ઉભરતા બેટ્સમેન સૂર્યકુમાર યાદવ (Suryakumar Yadav) ન્યુઝીલેન્ડ (IND vs NZ) સામેની બીજી T20 મેચમાં એક અલગ જ અવતારમાં જોવા મળ્યો હતો. સૂર્યાનો આ નવો અવતાર મેચ ફિનિશર હતો. અલબત્ત, તેણે ખ્યાતિથી વિપરીત ખૂબ જ ધીમી ઈનિંગ્સ રમી હતી, પરંતુ ટીમ ઈન્ડિયાને વિજય અપાવીને તેણે બાકીની ટીમ માટે એક દાખલો બેસાડ્યો હતો.
કિવી ટીમ સામે નિર્ણાયક ટી20માં સૂર્યા પોતાના નામે મોટી સિદ્ધિ નોંધાવી શકે છે. જમણા હાથના બેટ્સમેન સૂર્યકુમાર યાદવે ન્યૂઝીલેન્ડ સામે અત્યાર સુધીમાં 7 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. સૂર્યાએ આ સમયગાળા દરમિયાન 151.16ના સ્ટ્રાઈક રેટથી 260 રન બનાવ્યા છે. કિવી ટીમ સામે ટી20માં સૌથી વધુ રન બનાવનારા બેટ્સમેનોની યાદીમાં તે 10માં નંબર પર છે.
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 3 મેચની સીરીઝની ત્રીજી અને નિર્ણાયક T20 મેચ બુધવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. આ મેચમાં બે રન બનાવીને સૂર્યા કિવી ટીમના અનુભવી બેટ્સમેન બ્રાન્ડન મેક્કુલમનો રેકોર્ડ તોડી શકે છે. મેક્કુલમે ભારત સામે ટી20માં કુલ 261 રન બનાવ્યા છે. સૂર્યકુમાર યાદવ ત્રીજી T20માં 52 રનની ઇનિંગ રમીને પૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીના રેકોર્ડને તોડી નાખશે. વિરાટે કિવી ટીમ સામે ઝડપી ક્રિકેટમાં 311 રન બનાવ્યા છે.
ટોપ 10 માંથી અદાણીનો ફગોળિયો… ધનવાનોની યાદીમાં ફિયાસ્કો, અંબાણી પણ સીધા આટલા નંબરે પહોંચી ગયા
હવામાન વિભાગે કરી ખેડૂતોને રાહત આપનારી આગાહી, આવનરા દિવસોમા નથી માવઠાની શકયતા
32 વર્ષીય સૂર્યકુમાર યાદવ 62 રનની ઇનિંગ રમીને કેએલ રાહુલ અને ટિમ સીફર્ટને પાછળ છોડી શકે છે. બંનેએ સરખા 322 રન બનાવ્યા છે. ન્યુઝીલેન્ડ વિરૂદ્ધ T20માં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ રોહિત શર્માના નામે છે. રોહિતે કિવી સામે 511 રન બનાવ્યા છે જ્યારે કોલિન મુનરો 426 રન બનાવીને આ યાદીમાં બીજા સ્થાને છે. સૂર્યકુમારની T20 ઈન્ટરનેશનલ કરિયરની વાત કરીએ તો તેણે 47 મેચમાં 3 સદીના આધારે 1651 રન બનાવ્યા છે. જેમાં 13 ફિફ્ટીનો પણ સમાવેશ થાય છે. ન્યુઝીલેન્ડ સામે, એકાના સ્ટેડિયમની પીચ પર, જ્યાં બેટ્સમેન માટે રન બનાવવા મુશ્કેલ હતા, સૂર્યાએ પેગ રાખ્યો હતો. તેણે 26 બોલમાં અણનમ 31 રનની મેચ વિનિંગ ઇનિંગ રમીને ઘણી પ્રશંસા મેળવી હતી.